Advertisement
Author: નોબત સમાચાર

પ્રખર સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલેની સંઘર્ષ ગાથા

૧૧ એપ્રિલ-૧૮૨૭ના માળી જ્ઞાતિમાં જન્મ થયો હતો

                                                                                                                                                                                                      

પ્રખર સમાજ સુધારક અને શિક્ષણના હિમાયતી જ્યોતિરાવ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના પુના જિલ્લાના સતારા ગામમાં તા. ૧૧ એપ્રિલ ૧૮૨૭ના માળી (દલવાડી-સતવારા) જ્ઞાતિમાં થયો હતો. જ્યોતિરાવ ફૂલેએ મરાઠી ભાષામાં પ્રાથમિક શિક્ષણ સુધી અભ્યાસ કરેલ અને ત્યારબાદ ૧૮૪૧માં મુસ્લિમ પાડોશી ગૃહસ્થ ઉર્દુ અને પારસી ભાષાના શિક્ષક ગફારબેગ મુન્શીએ અંગ્રેજી વિદ્યાલયમાં પ્રવેશ અપાવવા મદદ કરી હતી. અને ૧૮૪૭માં તેને અભ્યાસ પૂર્ણ કર્યો. તે સમય દરમ્યાન તેને અનેક સામાજિક અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.

તે પછી જ્યોતિરાવ ફૂલે સરકારી નોકરી કરવાને બદલે સામાજિક ક્રાંતિના મહાન કાર્યને સૌથી વધુ મહત્ત્વ આપ્યું હતું. આ સામાજિક ક્રાંતિની શરૂઆત તેને સદીઓથી ઉપેક્ષિત વર્ગો અને કન્યા/મહિલાઓને શિક્ષિત કરવા માટે એક ખાનગી શાળાની સ્થાપના કરી સાથે-સાથે તેને પોતાના પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત કર્યા, તેમાં મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખ અને તેના ભાઈ ઉસ્માન શેખે તેમણે શિક્ષણ કાર્યમાં તેમજ શાળા શરૂ કરવામાં મકાન તથા આર્થિક મદદ કરી. ત્યાર બાદ પુના શહેરના "બુધવાર પેઠ" અને "ગેજ વિસ્તાર" તેમજ અન્ય લતાઓમાં શાળાઓ તથા કન્યા શાળાઓ શરૂ કરી. શિક્ષણ બોર્ડના પ્રમુખ સર ઓસ્કિન પેરીએ ક્રાંતિકારી શિક્ષણ કાર્યોથી ખૂબ પ્રભાવિત થયેલા અને ૧૮૫૨મા પુનાના "વિશ્રામબાગ"માં જ્યોતિરાવ ફૂલેનું સન્માન કરવામાં આવ્યું હતું. પછી તે એક મિત્ર સાથે અહમદનગર ગયા હતા અને ત્યાં અમેરિકન મિશન દ્વારા સંચાલિત મહિલા શાળામાં 'મિસ ફરારે'નામના મહિલાની મુલાકાતથી ખૂબ પ્રભાવિત થયા અને તેના પાસેથી જાણવા મળ્યું કે "સ્ત્રી શિક્ષણ વિના દેશનો વિકાસ શક્ય નથી" ત્યારથી જ્યોતિરાવ ફૂલેના જીવનનું એ અંતિમ લક્ષ્ય બની ગયું. જ્યોતિરાવ ફૂલે દ્વારા ૧૮૭૩મા "સંશોધક સમાજ"ની સ્થાપના કરવામાં આવી, જેના માધ્યમથી પછાત વિસ્તારોમાં કિશોર તથા કન્યાઓ માટે નવી શાળાઓની શરૂઆત કરી, બાળ વિવાહ પ્રથા નાબૂદ કરી, વિધવાના વાળ કાપવાનો વિરોધ કરેલ તથા વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું, અંધવિશ્વાસ અને છૂત-અછૂતનો ભેદભાવ દૂર કરવા, કુરિવાજો અટકાવવા, ખેડૂતોના હક્ક માટે લડત ચલાવી, તેમજ પછાત વર્ગોને સામાજિક અને ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા તથા જાગૃત કરવા અથાગ પ્રયત્નો કર્યા. તેમજ ૧૮૮૨માં શિક્ષણ સંબંધિત પ્રશ્નો માટે "હન્ટર કમિશન"ને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગુજરાતમાં ભયંકર પૂર આવેલ ત્યારે ગરીબોને મદદ કરવા ફંડ એકત્રિત કરી અમદાવાદ મોકલવામાં આવેલ હતું.

જ્યોતિરાવ ફૂલેએ લખેલા પુસ્તકોમાં (૧) ગુલામગીરી, (૨) કિસાન કા કોડા, (૩) સવંપૂજા વિધી, (૪) સાર્વજનિક સત્યધમ વગેરેનો સમાવેશ થાય છે. તેમજ તેઓ પુનાથી પત્રિકા (અખબાર) (૧) ઈશારા, (૨) અછૂતોકી કેફીયત, (૩) મુંબઈથી "દિનબંધુ" પ્રસિદ્ધ કરતા હતા. જ્યોતિરાવ ફૂલે દ્વારા પુના નજીક ખડક વાસલામાં ડેમની યોજના બનાવી, વી.ટી. રેલવે સ્ટેશનની ડિઝાઈન બનાવી તેમજ વડોદરામાં મહારાજ ગાયકવાડ યુનિવર્સિટીનું પ્લાનીંગ પણ કર્યું હતું. તેમજ તેઓ સન ૧૮૮૧ તથા ૧૮૮૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા હતા. મુંબઈના સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે દ્વારા ૧૮૮૮મા એક વિશાળ સભામાં જ્યોતિરાવ ફૂલેને "મહાત્મા"ની ઉપાધિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તા. ૨૬-૧૧-૧૮૯૦ના મહાત્મા જ્યોતિરાવ ફૂલે લકવાની બીમારીથી પરીનિર્વાણ પામ્યા. તેઓએ જીવનભર ડો. બાબાસાહેબ આંબેડકરને તેના ગુરૂ માનેલા અને તેઓના અધુરા કાર્યોને પૂર્ણ કરવા સંકલ્પ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh