Advertisement
Author: નોબત સમાચાર

રેન્કીંગ સિસ્ટમમાં ફેરફાર સાથે સ્વચ્છતા રેન્કીંગમાં એકંદરે જામનગર ૧ર૯મા ક્રમે ધકેલાયું!

પે એન્ડ યુઝ ટોયલેટની દુર્દશાથી વધુ માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: 'સ્વચ્છ ભારત' મીશન અન્વયે સ્વચ્છતા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ઓવરઓલ જોવા જઈએ તો જામનગરનો ૧ર૯ મો નંબર આવ્યો છે. જ્યારે રાજ્યમાં ર૬ મો નંબર આવ્યો છે. એટલે કે સર્વેમાં જામનગર પાછળ ધકેલાયું છે. સૌથી વધુ માર પે એન્ડ યુઝ ટોયલેટમાં પડ્યો છે. જેની કામગીરી જામનગરમાં નબળી પૂરવાર થઈ છે.

ભારતમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ યોજવામાં આવે છે, પરંતુ ગત્ વખતે સર્વેની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો હતો.

૩ થી ૧૦ લાખની વસ્તીવાળા શહેરમાં જામનગરનો રાજ્યમાં ર૬ મો નંબર અને રાષ્ટ્રીય કક્ષાએ ૧ર૯ મો નંબર આવ્યો છે, જે સાચુ પણ ઓવરઓલ જોઈએ તો ગત્ વર્ષે ૮૩ મો નંબર હતો. જેમાં જામનગર પાછળ ધકેલાયું છે, અને ૧ર૯ મો નંબર મળ્યો છે.

રાજ્યમાં ૧૬ર નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જામનગરને ર૬ મું સ્થાન મળ્યું છે, પરંતુ રેન્કીંગ સિસ્ટમમાં ફેરબદલ થતા જામનરને ૧ર૯ મો નંબર મળ્યો છે, તે પણ હકીકત છે. આ માટે સૌથી ખરાબ પ્રદર્શન પે એન્ડ યુઝ ટોયલેટમાં થયું છે. તેમાં ઓછા માર્કસ મળ્યા છે.

આજે પણ શહેરમાં ચોતરફ કચરાના ઢગલા જોવા મળે છે. જાહેર મૂતરડીની સફાઈ પણ અઠવાડિયામાં એક વખત થાય છે. આવી અનેક મુસીબતો વચ્ચે થયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં ઓવોરઓલ રેન્ડ ઘટ્યો છે, પરંતુ પ૪ અંકનો જમ્પ દેખાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh