Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રીઓનું સ્વાગત, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ
જામનગર તા. ૧૮: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સિવિલ એન્કલેવ, જામનગર દ્વારા જામનગર એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એરપોર્ટ ડાયરેકટ ધનંજયસિંઘની અધ્યક્ષતામાં બહુવિધ કાર્યક્રમ યોજાયો હતો.
સૌપ્રથમ હવાઈ સફર માટે આવાગમન કરનારા મુસાફરોનું તિલક લગાવીને પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે કલાકારો દ્વારા મનમોહક લોકનૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ગૌરવને વધારનારૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિ સાથેનું સુંદર સેલ્ફી પોઈન્ટ પણ મુસાફરો માટે અત્યંત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.
મુસાફરો તથા એરપોર્ટ સ્ટાફના સ્વાસ્થ્યની સુખાકારી માટે નિઃશુલ્ક સ્વાસ્થ્ય પરીક્ષણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક આરોગ્ય અધિકારીઓના સહયોગથી રકતદાન શિબિર પણ યોજવામાં આવી હતી.
પર્યાવરણની જાળવણી અને સુરક્ષાના હેતુસર એરપોર્ટ સ્ટાફ તથા મુસાફરો દ્વારા એરપોર્ટના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓને એરપોર્ટની સુવિધાઓથી પરિચિત કરાવવા તેમને એરપોર્ટની વિઝીટ કરાવી ઉડ્ડયન કારકિર્દી અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુસાફરોની સગવડ તથા લોકસમુદાયને પરસ્પર જોડવા અંગેની દૂરદર્શિતાને સાકાર કરતા આ કાર્યક્રમના સફળ આયોજનમાં જામનગર એરપોર્ટ ડાયરેક્ટર ધનંજય કુમાર સિંઘના માર્ગદર્શન અને સહકાર સાથે એરપોર્ટ સ્ટાફ સુરક્ષાકર્મીઓ આરોગ્ય અધિકારીઓ સ્થાનિક કલાકારો શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળી યાત્રી સેવા દિવસની ઉજવણી માટે પરિશ્રમ યજ્ઞ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial