Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે આપેલા આંકડાનો ઘટસ્ફોટઃ અમેરિકાએ ૩૮૦૦ને ભારત પરત મોકલ્યા
નવી દિલ્હી તા. ૨૭: દુનિયાના ૮૧ દેશોમાંથી વર્ષ-૨૦૨૫માં જ ૨૪૬૦૦થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરાયા છે.
ભારતીયોને ડિપોર્ટ કરવામાં સૌથી વધુ અમેરિકા નહીં પણ મુસ્લિમ દેશ સાઉદી અરબ પ્રથમ નંબરે છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર આંકડાની જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ ૨૦૨૫માં ૮૧ દેશોમાંથી ૨૪,૬૦૦થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાંથી નહીં પણ સાઉદી અરબમાંથી છે. સાઉદીએ એક વર્ષમાં ૧૧,૦૦૦થી વધુ ભારતીયોનો દેશ નિકાલ કર્યો!
સાઉદી અરબની સાથે સરખામણીમાં અમેરિકાએ વર્ષ ૨૦૨૫માં ૩૮૦૦ ભારતીયોને ડિપોર્ટ કર્યા તેમાંથી મોટા ભાગના ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી હતા, રિપોર્ટ મુજબ આ સંખ્યા પાછલા પાંચ વર્ષમાં દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવેલા લોકોની તુલનામાં સૌથી વધુ છે.
વર્ષ ૨૦૨૫માં વિવિધ દેશોમાંથી કેટલા ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. તેમાં સાઉદી અરબથી- ૧૧,૦૦૦, અમેરિકા- ૩,૮૦૦, મ્યાનમાર- ૧,૫૯૧, યુએઈ-૧,૪૬૯, મલેશિયા- ૧,૪૮૫, બહેરીન- ૭૬૪, થાઈલેન્ડ-૪૮૧ અને કમ્બોડિયા-૩૦૫ નો સમાવેશ થાય છે.
જો અમેરિકાની વાત કરીએ તો વિઝા માન્યતા પૂર્ણ થઈ ગઈ હોવાના કારણે સૌથી વધુ વોશિંગ્ટન ડીસીમાંથી (૩૪૧૪) અને હૃાુસ્ટન (૨૩૪)થી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં યુકે એટલે કે બ્રિટન પહેલા નંબરે છે. જ્યાં વર્ષ ૨૦૨૫માં ૧૭૦ વિદ્યાર્થીઓને ઘર મોકલી દેવામાં આવ્યા, તે બાદ ઓસ્ટ્રેલિયામાંથી (૧૧૪), રશિયા (૮૨) અને યુએસ (૪૫)નો નંબર આવે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ખાડી દેશોમાં એક પેટર્ન મુજબ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે છે. જેમાં ભારતમાંથી મોટી સંખ્યામાં ત્યાં મજૂર કામ કરવા માટે જાય છે ત્યાં ઘણા લોકો નોકર તરીકે પણ કામ કરે છે. તેથી ઓછા કુશળ મજૂર જે એજન્ટો દ્વારા લાવવામાં આવે છે. તે ઘણી વખત વધારે પૈસા કમાવવાની લાલચમાં નાના મોટા ગુનાઓ આચરે છે. ઘણી વખત એજન્ટોની છેતરપિંડીનો શિકાર પણ લોકો બને છે. જે બાદ પોલીસ તેમને પકડીને ડિપોર્ટ કરે છે.
બીજી તરફ મ્યાનમાર અને કમ્બોડિયામાં ડિપોર્ટની રીત ઘણી અલગ છે ત્યાં સાઈબર ગુલામી સાથે મોટા ભાગના કિસ્સાઓ જોડાયેલા છે. ભારતીયોને મોટા પગારવાળી નોકરીઓની લાલચ આપવામાં આવે છે જે બાદ તેમણે ફસાવવામાં આવે છે. અને ગેરકાયદેસર કામો કરવા માટે દબાણ કરવામાં આવે છે. બાદમાં તેમની ધરપકડ કરીને ડિપોર્ટ કરી દેવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial