Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડી પાસે મોબાઈલ ટાવર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનંુ મૃત્યુ

અજાણ્યું વાહન ફરી વળ્યાની આશંકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ખાવડી ગામ પાસે મોબાઈલ ટાવર યાર્ડની દીવાલ પાસેથી ગયા સોમવારે બપોરે એક અજાણ્યા યુવાન અકસ્માતગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. આ યુવાનને ચગદીને નાસી ગયેલા વાહનની શોધ કરાઈ રહી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં મોબાઈલ ટાવરની દીવાલ પાસેથી ગઈ તા.૨૨ની બપોરે એક અજાણ્યા વ્યક્તિ અકસ્માત ગ્રસ્ત હાલતમાં લોહી લુહાણ મળી આવ્યા હતા.

આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. અંદાજે ત્રીસેક વર્ષની વયના લાગતા આ યુવાન પર કોઈ અજાણ્યું વાહન ફરી વળ્યું છે. તેના કામે આ યુવાન ગંભીર રીતે ઘવાયા પછી મૃત્યુ પામ્યા હતા. બનાવની મેઘપર પોલીસને જાણ થતાં સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે અને સિક્કાની શ્રીજી સોસાયટીમાં રહેતા અફરોઝઆલમ અફઝલહુસેન અંસારીનું નિવેદન નોંધ્યું છે.

મૃતકના શરીર પર સફેદ શર્ટ તથા બ્લુ રંગનું જીન્સ ધારણ કરેલુ હતું, પગમાં કાળા રંગના સ્પોર્ટસ શૂઝ પહેરેલા હતા, જમણા હાથમાં ઓમ તથા મહર્ષકુમાર અને ઉર્મિલાદેવી નામ ત્રોફાવેલા જોવા મળ્યા છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશન-૬૩૫૯૬ ૨૭૮૪૯ અથવા જમાદાર એ.એચ. નોયડા-૯૨૬૫૯ ૯૨૯૧૯નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh