Advertisement
Author: નોબત સમાચાર

રશિયાએ કિવ પર હવાઈ હૂમલાઓ કરતા કટોકટી જાહેરઃ અંધારપટ છવાયો

ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા જ પુતિનનો પ્રહાર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા રશિયાએ મિસાઈલ-ડ્રોનથી હૂમલો કરતા યુક્રેનના કિવમાં તારાજી સર્જી છે, અને અંધારપટ્ટ છવાયો છે.

યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવવા ભારત સહિત દુનિયાના અનેક દેશો પ્રયત્ન કરી રહ્યાં છે. તેવામાં ફૂટનૈતિક કોશિષો વચ્ચે રશિયાએ ફરી શક્તિ પ્રદર્શન કર્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા કિવ પર મોટો સૈન્ય હૂમલો કર્યો છે.

યુક્રેનની રાજધાની કિવ પર ર૭-ડિસેમ્બરના મોટી માત્રામાં મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. અમે ડ્રોન હૂમલા પણ કરવામાં આવ્યા છે. જેનાથી કિવ હચમચી ગયું છે. આ એટેક એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે શાંતિ વાર્તા માટે બેઠક કરવાના છે.

કિવ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે રશિયાએ કિવ પર બેલિસ્ટિક મિસાઈલથી ઘાતક હૂમલો કર્યો છે. રશિયાએ કિંઝાલ હાઈપરસોનિક મિસાઈલો, ચાર ઈસ્કંદર બેલિસ્ટિક મિસાઈલો અને અનેક કૈલિબ ક્રુઝ મિસાઈલો દાગવામાં આવી હતી. રાજધાની કિવ ઉપરાંત કિવ ઓબ્લાસ્ટ વિસ્તારમાં પણ ધડાકાના અવાજો સંભળાય છે. કિવથી લગભગ ર૦ કિ.મી. દૂર ઉત્તર પૂર્વમાં સ્થિત બ્રાવરી શહેરમાં હૂમલાઓના કારણે વીજ લાઈનોમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે અંધારપટ્ટ છવાયો છે.

કિવના મેયરે એક પોસ્ટ કરીને હૂમલાઓની પુષ્ટિ કરી છે અને લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અપીલ કરી છે. તેમણે લખ્યું હતું કે, રાજધાનીમાં વિસ્ફોટ, એર ડિફેન્સ સિસ્ટમ કામ કરી રહ્યું છે, તમામ લોકો શેલ્ટરમાં રહે છે, આ સિવાય યુક્રેની વાયુસેનાએ પણ કટોકટી જાહેર કરી છે, વાયુસેના મુજબ કિવ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા હૂમલાઓ થઈ શકે છે. શહેર પર ડ્રોન મંડરાઈ રહ્યાં છે. તે ઉપરાંત કિવ ક્ષેત્રના વેલિકા ડિમેરકા અને પેરેયાસ્લાવ ગામના પશ્ચિમી વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધિ દેખાઈ છે. જે દક્ષિણ તરફ વધી રહ્યાં છે.

મહત્ત્વનું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ફલોરિડામાં રવિવારે (ર૮-ડિસેમ્બર) ના મોટી બેઠક યોજાવાની છે, જેમાં ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવાની ભૂમિકામાં છે. આ અંગે ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તાત્કાલિક કોઈ કરારની આશાઓ ન રાખી શકાય. વાતચીત સમાધાનની દિશામાં આગળ વધશે.

 

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. ૭મા પગાર પંચની મુદત ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પૂર્ણ થઈ રહી છે. એવી અપેક્ષા છે કે ૮મું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી પ્રભાવી ગણાશે, જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે.

પીએમ-કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે 'યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત, પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનની રિપોર્ટ ૭૨ કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવાશે.

નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડશે. કાર કંપનીઓએ વાહનોના ભાવમાં ૩% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh