Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં દરિયાઈ પટી પર સઘન ચેકીંગઃ પોલીસ સાથે રેવન્યુ વિભાગ જોડાયો

કંટ્રોલ રૂમમાં સતત થઈ રહ્યું છે મોનીટરીંગઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તથા વહીવટીતંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ પટી પર આવેલા ગામોમાં અધિકારીઓ ચેકીંગ ઉપરાંત લોકસંપર્ક કરી રહ્યા છે.

રાજ્યના સરહદી જિલ્લા તથા ચારધામ પૈકીના એક યાત્રાધામ દ્વારકા જિલ્લામાં  પોલીસ, રેવન્યુ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરાયું છે તથા રાત્રે પણ સતત ચેકીંગ મોનીટરીંગ શરૂ થયું છે.

દ્વારકા શહેર ઉપરાંત ઓખા, સલાયા, ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર, રાવલ, બેટ દ્વારકા, મીઠાપુર સહિત પોલીસ મથકોના અધિકારી દ્વારા દરિયાઈ પટીના ગામોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે પ્રાંત અધિકારી અમોલ આમટે, કે.કે. કરમટા સહિતના મામલતદારો પણ જોડાયા છે. તે ઉપરાંત જિલ્લા કલેકટર આર.એમ. તન્ના, અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાલીયા સહિતના અધિકારીઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh