Advertisement
Author: નોબત સમાચાર

મકરસંક્રાંતિ-પતંગોત્સવની સુરક્ષિત ઉજવણી અંગે વહીવટીતંત્રે જાહેર કરી ગાઈડલાઈન્સઃ ચેતવણી

પતંગ કરતા જીવ મહત્ત્વનોઃ દોર પ્રાણઘાતક ન બને તે જોજો...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી જામનગર દ્વારા લોકોને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે આ પર્વ સાવધાની અને સુરક્ષિત રીતે ઉજવવા સાથે સાવચેતીના ભાગરૂપે કેવા પગલાં લઈ, શું કરવું અને શું ના કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ, પ્રાથમિક સારવારની કિટ તૈયાર રાખો. માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો. પતંગ ચગાવવાનાં ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ? તેની ખાતરી કરો. ધાબાની અગાસી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો. માથા ઉપરથી પસાર થતાં વીજળીનાં તારથી દૂર રહો. ત્રણ *સ* યાદ રાખો... સમજદારી, સદભાવ અને સાવચેતી.

સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટિકનાં ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરવો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. લોકોને તેના ઘાવની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે. વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં પડશો નહી. લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી. ગીચ રહેણાંક વિસ્તારોમાં પતંગ ચગાવવા નહી. ધારવાળી મકાન છત હોય તેવા મકાનો ઉપર પતંગ ચગાવવો નહી. પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે. પતંગ કપાઈ જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહી. થાંભલા કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ફેંકવા નહી.

જામનગર જીલ્લામાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન કોઈપણ જગ્યાએ કોઈપણ દુર્ઘટના બને તો ઈમરજન્સી સમયમાં જામનગર જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ હેઠળના ટોલ ફ્રી નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ તથા  ઈમરજન્સી ૧૦૮, કરુણા અભિયાન-૧૯૬૨ હેલ્પ લાઈન નંબરનો તાત્કાલીક સંપર્ક કરી જાણ કરવા નિવાસી અધિક કલેકટર જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh