Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત
જામનગર તા. ૫: જામનગર જિલ્લાની શાળાઓમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશભક્તિને ઉજાગર કરતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ જિલ્લાની પ૬૬ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ ૬ થી ૧ર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કુલ રર,૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેમાં ફૂલોની રંગોળી, તિરંગાવિષયક ક્વિઝ અને ધ્વજ ચિત્રકામ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તિરંગાની થીમ પર આકર્ષક રંગોળીઓ બનાવીને પોતાની સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો હતો. આ સ્પર્ધાઓ ઉપરાંત વિદ્યાર્થીઓએ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત વીર સૈનિકોને પોસ્ટકાર્ડ મોકલીને તેમનો આભાર માન્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial