Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનડકટ પરિવારના સુરાપુરા અને મહેતા ટ્રસ્ટ દ્વારા
ધ્રોળ તા. ૧૮: ધ્રોળ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વર્ગ-૩ ની અંદાજે પ૩૭૦ જેટલી બમ્પર ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારોને પ્રોત્સાહન અને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધ્રોળમાં એક ભવ્ય માર્ગદૃશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં મુખય વક્તા તરીકે પ્રખ્યાત યુવા માર્ગદર્શક અને સ્પીપાના પૂર્વ ઓફિસર શૈલેષભાઈ સગપરિયા ઉપસ્થિત રહેશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેની રણનીતિ, સમયનું આયોજન અને પરીક્ષાલક્ષી મહત્ત્વની બાબતો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપશે.
આ સેમિનાર આગામી તારીખ ૧૯ ફેબ્રુઆરી, ર૦ર૬ ના સાંજે ૪ થી ૬ કલાકે શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, દરબારગઢ ધ્રોળમાં યોજાશે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન સુરધન દાદા મંદિર ટ્રસ્ટ (અનડકટ પરિવારના સુરાપુરા) તથા શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. સેમિનારમાં ભાગ લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી અને નામ નોંધણી માટે ભાવિન અનડકટ (મો.નં. ૯૮૭૯૦ ૧૯૩૦૪) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial