Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારી મિલકત મારી પાછળ મારા સંતાનો અરસપરસની સમજૂતિથી વેહચી લેશે
આવી માન્યતા બેધડક સચોટ લાગે, પણ હકીકત એ છે કે ઘણા પરિવારોમાં વારસાધિકારના ઝઘડાઓએ ભાઈ-ભાઈને દુશ્મન બનાવી દીધા છે. આવી કટોકટીથી બચવા માટે કાયદેસર રીતે મૃત્યુપત્ર બનાવવું અત્યંત જરૂરી છે.
શું છે મૃત્યુપત્ર?
મૃત્યુપત્ર એ વ્યકિતએ પોતાનાં મૃત્યુ પછી પોતાનાં મિલકતનું કઇ રીતે અને કોને વિતરણ થવું જોઈએ તે અંગેના સ્પષ્ટ ઈરાદા સાથે લખાયેલો દસ્તાવેજ છે.
તે વ્યક્તિના મૃત્યુ પછી જ અમલમાં આવે છે. જો મૃત્યુપત્ર ન હોય તો મિલકત વારસાઈ કાયદાઓમાં દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે વારસદારોમાં વહેંચાય છે જે ઘણી વખત વિવાદનું રૂપ લે છે.
મૃત્યુપત્ર કેમ જરૂરી છે?
(૧) વારસદારો વચ્ચે વિવાદ ટાળવા.
(૨) જે વ્યક્તિએ જીવનમાં તમારી સેવા કરી હોય, તેને હક આપવાનું સાધન.
(૩) જે વારસદાર કાયદેસર રીતે પાત્ર ન હોય (જેમ કે દિકરીનું સંતાન, વહુ, ભત્રીજા વગેરે), તેમને પણ હક આપી શકાય.
(૪) મિલકતનું વિતરણ તમારી ઈચ્છા પ્રમાણે થાય.
(૫) પરિવારનું સુમેળભર્યું વાતાવરણ જળવાય.
કાયદેસર રીતે માન્ય મૃત્યુપત્ર કેવી રીતે બનાવવું? મૃત્યુપત્ર કાયદેસર રીતે માન્ય બને તે માટે કેટલીક ચોક્કસ શરતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. સૌપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મૃત્યુપત્ર લેખિત સ્વરૂપમાં હોવું ફરજિયાત છે. મૌખિક મૃત્યુપત્રનો કાયદેસર અમલ ખાસ કિસ્સાઓમાં અને ખુબ જ પ્રતિષ્ઠિત પુરાવા હોઈ ત્યારેજ શક્ય બને છે, પરંતુ સામાન્ય રીતે તે માન્ય ગણાતું નથી.
બીજું, મૃત્યુપત્ર એ સંપૂર્ણપણે વ્યક્તિની પોતાની ઈચ્છા મુજબ બનેલું હોવું જોઈએ. કોઇપણ જાતના દબાણ, ધમકી, કે બળજબરીના પરિસ્થિતિઓમાં તૈયાર કરાયેલ મૃત્યુપત્ર કાયદેસર રીતે અમાન્ય ઠરી શકે છે. કોર્ટ માત્ર એ મૃત્યુપત્રને માન્યતા આપે છે જે સ્વૈચ્છિક અને બિનબાધિત ઈરાદાથી બનાવવામાં આવ્યું હોય.
તૃતીય રીતે, મૃત્યુપત્રમાં મિલકતનું તફસીલવાર વર્ણન હોવું જોઈએ જેમ કે મિલકતનો પ્રકાર (જમિન, મકાન, રોકડ રકમ, આભૂષણ વગેરે), મિલકતનું સ્થળ-વર્ણન, માલિકીના દસ્તાવેજો સાથે એ મિલકત કોને આપવામાં આવી રહી છે અને કેટલી હિસ્સેદારી આપવામાં આવી રહી છે તેનું સ્પષ્ટ રીતે ઉલ્લેખ થવો જોઈએ. વારસદારોના નામ, સંબંધ અને હિસ્સા અંગે કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા ભવિષ્યમાં વિવાદનું કારણ બની શકે છે, તેથી દરેક વિગતો નોંધવી જરૂરી છે.
મૃત્યુપત્ર માન્ય થવા માટે ચોથી આવશ્યકતા એ છે કે તે બે સાક્ષીઓની હાજરીમાં વ્યક્તિએ સાઇન કરેલું હોવું જોઈએ. આ સાક્ષીઓએ પણ મૃત્યુપત્રના દસ્તાવેજ પર પોતાના હસ્તાક્ષર કરવા જોઈએ. આ સાક્ષીઓ જરૂરી સમયે કોર્ટમાં ઉપસ્થિત રહીને એ પુષ્ટિ આપી શકે કે મૃત્યુપત્ર બનાવતી વખતે વ્યકિત સંપૂર્ણ રીતે સાવધાન, સ્વસ્થ અને પોતાની ઈચ્છાથી મૃત્યુપત્ર બનાવી રહૃાો હતો. આવા સાક્ષીઓ માન્ય અને પુખ્ત ઉંમરના હોવા જોઈએ.
પાંચમી બાબત એ છે કે જ્યારે મૃત્યુપત્રનું નોંધણી કરાવવી ફરજિયાત નથી, એટલે કે એનો અભાવ આ દસ્તાવેજને અમાન્ય નથી બનાવતો, તો પણ તેની નોંધણી કરાવવી વધુ સુચિત છે. મૃત્યુપત્રની નોંધણી કરાવવાથી ભવિષ્યમાં તેમાં ફેરફાર કે વિવાદ થવાની શક્યતાઓ ઓછી થાય છે અને કોર્ટ સમક્ષ તેનું પ્રમાણભૂત વેળાવાર સ્તરે પ્રદાન કરવું વધુ સરળ બને છે. નોંધણી થયા પછી, જો કોઇ વારસદાર મૃત્યુપત્રને પડકારવા ઈચ્છે તો તેને અત્યંત મજબૂત પુરાવાઓ રજૂ કરવા પડે જે ઘણીવાર મુશ્કેલ સાબિત થાય છે.
છઠ્ઠી અને છેલ્લી જરૂરી શરત એ છે કે મૃત્યુપત્ર પર વ્યક્તિના પોતાના હસ્તાક્ષર અથવા અંગૂઠોનો નિશાન હોવો ફરજિયાત છે. આવું સહી અથવા અંગૂઠાનું નિશાન એ દસ્તાવેજની ઊપજ અને તેની કાયદેસરતા માટે મહત્વપૂર્ણ સાબિતી પુરવાર થાય છે.
આ તમામ શરતોનું સંપૂર્ણપણે પાલન કરીને બનાવેલું મૃત્યુપત્ર માત્ર વ્યક્તિની ઈચ્છાનું પ્રતિબિંબ નહીં, પરંતુ પરિવાર માટે ભવિષ્યમાં શાંતિપૂર્ણ અને વિવાદમુક્ત વારસાધિકારની દિશામાં એક દૃઢ પગલુ પણ સાબિત થાય છે.
મૃત્યુપત્ર કઈ રીતે અને ક્યારે રજિસ્ટર કરાવવું?
(૧) નજીકના સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જઈ જીીષ્ઠંર્ૈહ ૧૮ અનુસાર રજિસ્ટર કરાવી શકાય છે.
(૨ રજીસ્ટર કરાયેલ મૃત્યુપત્ર સામે કોર્ટમાં પડકારવું ઘણું મુશ્કેલ બને છે.
(૩ ક્યારેક લોકોએ મૃત્યુપત્ર જાહેર ન કરવાનું પસંદ હોય છે, ત્યારે તેનું શીલ્ડ કવર રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે જે માત્ર વ્યક્તિના મૃત્યુ પછી જ ખુલ્લું પાડવામાં આવે છે.
મૃત્યુપત્ર તૈયાર કરતી વખતે કયા દસ્તાવેજોની જરૂર પડે?
(૧) મિલકતના કાગળો (વેચાણ પત્રક, સત્તા પત્ર વગેરે)
(૨ પરિવારના સગાસબંધી સંબંધિત પુરાવા
(૩) સાક્ષીઓના નામ અને સરનામાં
મૃત્યુપત્ર ના રહે તો શું થાય?
(૧) ઘણી વાર વારસાદારો વચ્ચે અસમતા અને અસંતોષ ફેલાય છે.
(૨) કોર્ટમાં કેસ લડવાનો લાંબો સફર શરૂ થાય છે.
(૩ ક્યારેક મિલકત એવા વ્યક્તિના કબ્જામાં ચાલે જાય છે જે અધિકારી ન હોય.
શું મૃત્યુપત્ર બદલી શકાય?
હા, મૃત્યુપત્ર જીવનના કોઈપણ તબક્કે રદ કરી શકાય છે અથવા નવું બનાવી શકાય છે.
છેલ્લે બનાવેલ મૃત્યુપત્ર જ માન્ય ગણાય છે. જો જૂના મૃત્યુપત્રનો ઉલ્લેખ હોય તો સ્પષ્ટતા કરવી જરૂરી છે.
સ્મૃતિમાં રાખો કે મૃત્યુપત્ર બનાવવું કોઈ વયના લોકોનું કામ નથી, પણ જવાબદારીસભર નાગરિક તરીકે દરેકએ મિલકત અંગે પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી દેવા જોઈએ જેથી ભવિષ્યમાં આપના પોતાના જ પરિવારજનો કોર્ટના ખૂણામાં પડ્યા ન રહે.
ધ્વનિ લાખાણી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial