Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જો જો... ખોટું અર્થઘટન નહીં કરતા !
જામનગર તા. ર૧: જામનગરમાં જ્યાં હંગામી એસ.ટી. બસ સ્ટેશન ર૪ કલાક અંદાજે ૪૦-પ૦ લોકો તેમજ વાહનોની અવરજવરથી વ્યસ્ત છે તેવા પ્રદર્શન મેદાનની બાકીની જગ્યામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સંભવિત મુશ્કેલીઓ, સમસ્યાઓને નજરઅંદાજ કરી શ્રાવણ મહિનાના જન્માષ્ટમીના તહેવારો સહિતના ૧પ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરની જનતાને પડનારી મુશ્કેલી, મેળામાં આવનાર જનતા અને એસ.ટી. બસમાં આવતા-જતા મુસફારો-તેમના પરિવારોને જે પરેશાનીનો સામનો કરવો પડશે તે અંગે અખબારોમાં તેમજ મીડિયામાં અનેક સવાલો ઊઠવા પામ્યા છે.
આ મેદાનમાં જિલ્લા કક્ષાના હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડને પણ ફાળવેલી જયાં આમ જુઓ તો ટૂંકી જ પડી રહી છે, ત્યારે બસ સ્ટેશનમાં, બસ સ્ટેશન સુધી ર૪ કલાક દરમિયાનની એકાદ હજાર ટ્રીપની બસો ક્યાંથી આવન-જાવન કરશે તે અંગેનો કોઈ ખુલાસો કોઈ જવાબદાર ઉચ્ચ અધિકારીએ કર્યો નથી. એટલું જ નહીં, આજ દિવસ સુધી એસ.ટી.ના કન્ટ્રોલર ઓફિસર સાથે તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
રાજકોટના લોકમેળાના આયોજનમાં મોટી રાઈડ્સવાળાઓ સાથે તંત્રનું સમાધાન થયું હોવાના અહેવાલોથી એક બાબત સ્પષ્ટ થઈ છે કે રાજ્ય સરકારે જાહેર કરેલ એસઓપીની જોગવાઈઓમાં કંઈ કરતા કોઈ સુધો કર્યો નથી કે કોઈ છૂટછાટ આપી નથી તેવું રાજકોટ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટપણે જણાવી દીધું છે. રાજ્ય સરકારે માત્ર આઈએસઆઈ સ્ટાન્ડર્ડ રાઈડ્સ શક્ય ન હોય તે અંગે તેમજ જીએસટી માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રમાણપત્ર માન્ય રાખવાની રાહત આપી છે.
અર્થાત્ લોકમેળામાં રાઈડ્સ માટે સોઈલ રિપોર્ટ, એન્જિનિયર દ્વારા ફીટનેસ સર્ટીફિકેટ, ફાઉન્ડેશન, વીજજોડાણ, ફાયર સેફ્ટી જેવા માપદંડોનું ચૂસ્તપણે પાલન થશે ત્યાર પછી જ પરફોમન્સ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત જામનગરમાં લોકમેળો દર વર્ષે લૂંટ મેળો બનતો હોવાની ફરિયાદો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ કરતો કોઈ રાઉન્ડ ધી ક્લોક વ્યવસ્થા મેળામાં કરવામાં આવતી નથી. આયોજક મનપા તંત્ર અને મામલતદાર કચેરી વચ્ચે સંકલન કરવામાં આવતું નથી, જેથી ભાવ બાંધણાનો અમલ થતો નથી અને રાઈડ્સવાળા મનફાવે તેવા ભાવ લઈ લોકોની મજબૂરીનો ગેરલાભ ઊઠાવે છે.
નાની-મોટી રાઈડ્સમાં લોકોની સલામતિને ટોચની પ્રાથમિક્તા આપવાની જરૂરિયાત સાથે ખાણી-પીણીના સ્ટોલવાળા પણ વાનગી બનાવવા ક્યા પાણીનો ઉપયોગ કરે છે, સ્વચ્છતાનું કેવું ધ્યાન રાખે છે? તે અંગે પણ આરોગ્યવિષયક વિભાગે સતત ચેકીંગ કરી સતર્ક રાખવાની વ્યવસ્થા ગોઠવવાની જ હોય છે.
એનીવે... લોકમેળાના આયોજન માટે મનપા તંત્ર પૂરજોશમાં વ્યસ્ત છે ત્યારે ખુદ મ્યુનિ. કમિશનર તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીએ એસ.ટી. વિભાગ તેમજ અન્ય અધિકારીઓ સાથે સ્થળ પર નિરીક્ષણ કરવાની પણ તાતિ જરૂર છે. ભલે ફોટોસેશન જ થાય, પણ આ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને 'ઓલ રાઈટ છે' તેવું જણાવ્યા પછી આયોજન થયું છે. તેનો પુરાવો ગણાશે.
લોકમેળામાં મોટાભાગે ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો બાળકો-પરિવાર સાથે આનંદ માણવા આવે છે, ત્યારે લોકો સલામતરીતે, સુચારૂ વ્યવસ્થા અને સુવિધાઓ સાથે આનંદ માણી શકે તેવી ફૂલપ્રૂફ વ્યવસ્થા સાથે આયોજન થાય તેવી આશા રાખીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial