Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

તા. ૨૨-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના પ્રારંભમાં મિશ્ર પરિણામો અને ટેરિફ સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે સારા ચોમાસાને કારણે ભારતીય શેરબજાર આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું. મે તથા જૂનમાં ભારતીય બજારમાં મજબૂત ઈન્ફલોસ પૂરો પાડયા બાદ જુલાઈમાં વિદેશી રોકાણકારો અત્યારસુધી નેટ વેચવાલ સાથે વિશ્વના મોટાભાગના દેશો પર ટેરિફનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ વિદેશી રોકાણકારો પોતાના ભંડોળ ફાળવણી સાથે ટેરિફને મુદ્દે અનિશ્ચિતતાને પગલે વિદેશી રોકાણકારો પણ સાવચેતી ધરાવી રહ્યા છે, જોકે સ્થાનિક રોકાણકારો બજારને ટેકો આપી રહ્યા છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૬%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૧૪% અને નેસ્ડેક ૦.૩૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૫૩ અને વધનારની સંખ્યા ૧૯૯૮ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૯૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૩૪૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૧૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૯૩૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૪,૬૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૪,૭૭૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૪,૫૧૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૨૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૪,૬૨૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી અને ટેક સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ઇટર્નલ લિ., ટ્રેન્ટ લિ., આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્ર, એચસીએલ ટેકનોલોજી અને એકસિસ બેન્ક જેવા શેરો ૨% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ, એશિયન પેઈન્ટ અને પાવર ગ્રીડ કોર્પોરેશન જેવા શેરો ૨.૦% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૭૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૩૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઓરબિન્દો ફાર્મા (૧૧૩૨) : ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૧૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એસબીઆઈ કાર્ડ્સ (૮૯૬) : રૂ.૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૮૬૩ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૩ થી રૂ.૯૨૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

કલ્યાણ જ્વેલર્સ (૫૯૨) : જેમ્સ જ્વેલરી એન્ડ વોચેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૦૬ થી રૂ.૬૧૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ટ્રમ્પ હવે યુરોપના દેશોને સંકટમાં મૂકનારા રશીયાને ભીંસમાં લેવાના અંતિમ પ્રયાસમાં યુક્રેન મામલે રશીયાને યુધ્ધ અટકાવવા દબાણમાં લાવવા નાટો સંગઠનનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. રશીયા સાથે વેપાર કરનારા દેશોને નાટોએ ઊંચા ટેરિફની ધમકી આપવા માંડીને રશીયાના આર્થિક રીતે ભીંસમાં લાવી દેવાનો દાવ ઉતરવામાં આવતાં રશીયા પાસેથી ઓઈલ ખરીદતાં ભારત સહિતના દેશોને વિચારતા કરી મૂક્યા છે. યુક્રેન સાથે રશીયાના યુધ્ધનો અંત લાવવાના એક તરફ પ્રયાસ સામે ઈઝરાયેલમાં નેત્યાનયાહુ સરકાર અલ્પમતમાં આવી જતાં હવે ઈઝરાયેલે સીરિયા પર હુમલો કરીને વિશ્વની ફરી ચિંતા વધારી છે.

આ એક પછી એક નવા સર્જાઈ રહેલા પરિબળો વચ્ચે હવે ભારત અને અમેરિકા વચ્ચે  ટ્રેડ ડિલની વાટાઘાટ અંતિમ તબક્કામાં થઈ રહ્યા પર ભારતીય બજારો, વિશ્વની નજર છે. ડિલ પર ડિલ કરનારા ટ્રમ્પ અમેરિકાના બોઈંગની મોટી ખરીદી કરો અને ટેરિફમાં રાહત મેળવો એવી આકરી શરતી ડિલની ફરજ પાડી રહ્યા હોઈ ભારત માટે ટ્રેડ ડિલનું માળખું કેવું હશે એ હાલના તબક્કે કળવું મુશ્કેલ છે. જેથી આગામી દિવસોમાં વૈશ્વિક ટ્રેડ ડિલ અને જીઓપોલિટીકલ ટેશનના પરિબળો પર ખાસ નજર રહેશે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh