Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. ૦૨ નવેમ્બર, રવિવાર અને કારતક સુદ અગિયારસનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને આર્થિક બાબતે ધ્યાન રાખવું, પરિવારમાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. પરદેશના કામમાં સાનુકૂળતા મળે. નોકર-ચાકરનો સહકાર રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. હર્ષ-લાભ થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાકિય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪

 

Leo (સિંહ: મ-ટ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા અનુભવાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૧-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં સહકાર્યવર્ગ,નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન મુલાકાતથી આપને આનંદ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં આપનું મન લાગે નહીં. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-ખર્ચ જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૭-૪

 

Capricorn (મકર: ખ-જ)

સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. સિઝનલ ધંધામાં આપે ગ્રાહકનું ધ્યાન રાખવું.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. રાજકિય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કાર્યમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh