Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાંડ બજાર પાસે ઘોડીના પાસા ફેંકી જુગાર રમતા ચાર ઝબ્બેઃ
જામનગર તા. ૨૪: જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી ઝંડુ ભટ્ટની શેરીમાં એક મકાનમાંથી ગઈરાત્રે એલસીબીએ જુગારનો અખાડો પકડી પાડ્યો છે. તે સ્થળે મકાન માલિકને નાલ આપી ઘોડીપાસા વડે જુગાર રમતા છ ઝડપાયા છે. રૂ।.૯૧પ૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. ખાંડ બજાર પાસેથી ચાર શખ્સ ઘોડીના પાસા ફેંકતા મળી આવ્યા છે. બે સ્થળેથી વર્લીબાજની અટક કરાઈ છે.
જામનગરના માંડવી ટાવર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક સામે લુહારસાર રોડ પર ઝંડુ ભટ્ટની શેરીમાં એક શખ્સના મકાનમાં ગઈરાત્રે ઘોડીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી એલસીબી સ્ટાફે રાત્રે સાડા બારેક વાગ્યે ત્યાં આવેલા અશ્વિનભાઈ ચંદુલાલ ભટ્ટના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાં અશ્વિનભાઈને નાલ આપી ઘોડીપાસાથી જુગાર રમતા આસીફ ઈશા ફૂલવાલા, અલ્તાફ મજીદ ફૂલવાલા, જુનૈદ મુસા મનોરીયા, સફીક મામદ ફૂલવાલા, ફૈઝલ આરીફ ફૂલવાલા, કાદર ગફારભાઈ રાજકોટીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ રૂ।.૭૫૫૦૦ રોકડા, ચાર મોબાઈલ મળી રૂ।.૯૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી ખાંડ બજાર પાસે જાહેરમાં ગઈકાલે બપોરે ઘોડીપાસા વડે જુગાર રમતા દાઉદ આરીફ મુસાણી ઉર્ફે દાઉડો, અસરફ મામદ ખફી, વીરા ઉર્ફે રાજુ બાનાભાઈ ગડણ, ફૈઝલ હસનભાઈ લાઈજી નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. રૂ।.૧૦૩૪૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા સુરેશ બાબુલાલ ધાકેચા નામના શખ્સને પોલીસે પકડી લઈ રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કર્યા છે.
જામનગરની નૂરી ચોકડી નજીક નૂરી પાર્ક પાસેથી સંજય ધરમશીભાઈ સોરઠીયા નામનો શખ્સ પણ જાહેરમાં વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો. તેના કબજામાંથી બોલપેન, રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial