Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની વ્યવસ્થામાં મોટા પાયે સેટિંગ !

કેટલાક અન્ય રાજ્યોની જેમ ભાવફેર ચૂકવવાની પ્રથા કેમ લાગુ કરાતી નથી ?

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૧: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના કેન્દ્રો શરૂ થતાં તેમાં કેન્દ્ર લેવા પડાપડીની સ્થિતિ જોતા ટેકાના ભાવે મગફળીના વેચાણ વ્યવસ્થામાંથી ઘણાં લાખો કરોડોનો ફાયદો મેળવી લેતા હોવાનું કહેવાય છે.જેથી આ પડાપડી થાય છે !!

ભાવફેરની પ્રથા ગુજરાતમાં નહીં !!ં

સામાન્ય રીતે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવતી હોય છે. જેમાં ભાવ ફેર પદ્ધતિ પણ રાજ્યમાં અમલમાં છે, જેમાં દાખલા તરીકે ગુજરાતમાં ખુલતા બજારમાં મગફળી ૧૧૦૦ ભાવ હોય, સરકારનો ભાવ ટેકાનો ૧૪૫૦ હોય તો મણ દીઠ રૂા. ૩૫૦ સરકાર ચૂકવી દે છે, બીજી કોઈ કડાકૂટ નહીં !!

પણ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની વ્યવસ્થા જાણવા જેવી તથા શંકાસ્પદ છે !! હાલ મગફળી ૧૦૦૦ થી ૧૧૦૦ ખુલતા બજારમાં છે. જ્યારે સરકાર ૧૪૫૦ મણ લેખે મગફળી ખરીદે છે. આ ખરીદી સહકારી મંડળીઓ દ્વારા થાય છે. જે મંડળીનું નામ કોઈએ ના સાંભળ્યું હોય તે મંડળી રાતોરાત આ ટેકાનું કેન્દ્ર સંભાળે છે. અને દ્વારકા જિલ્લામાં એક તાલુકામાં ગત વર્ષે ૪/૫ કરોડનો નફો ભાગીદારોને મળ્યો હતો !!

હવે જે બારદાન ગુણીમાં મગફળી ભરવામાં આવે છે તે ખુલતા બજારમાં ૭૦ રૂા. ૭૫ રૂા. હોય અને ટેકાના ભાવમાં તેની ખરીદી ૧૨૦ રૂપિયામાં આવે. ગુણીએ ૫૦ રૂપિયાનો ભાવ ફેર એક કરોડ બારદાન હોય તો ૫૦ કરોડનો ફાયદો !! કોને ? રામ જાણે ?

ટેકાના ભાવે ખરીદીના સ્થળેથી ટ્રાન્સપોર્ટ કરીને ખાનગી ગોડાઉન સુધી મગફળી પહોંચાડવી, ગોડાઉન ભાડા, ત્યાંથી બીજા સ્થળે પહોંચાડવી, રહસ્યમય રીતે કોઈક ગોડાઉનમાં જથ્થો સળગી જવો !! મજુરી ટ્રાન્સપોર્ટ વિગેરેને ગણતા ૧૪૫૦ ની મગફળી કે જેના પર ૩૫૦ રૂપિયા તો ભાવ ફેેરના સરકાર વધુ ચૂકવે અને તેમાં ૩૫૦ બીજો ખર્ચો, ૭૦૦ રૂપિયા ખર્ચ થાય અને તે મગફળી પાછી સરકાર વેચે ત્યારે બજારભાવે વેચે તેમાં ૧૦૦ રૂપિયા ઓછા લેખે થાય !!

સીધા સીધા જો સરકાર મગફળી ભાવ ફેરના રૂા. ૩૫૦ આપે તો સરકારને મણ દીઠ રૂા. ૩૫૦ વધે, જે કરોડોમાં થાય, પણ તે પછી ટેકાનો ફાયદો 'ટેકો' કોને મળે ??

ટેકાના ભાવે મગફળી વેચાણમાં મગફળી બદલવાનો એકને બદલે અન્યના નામે મગફળી વેચવાનું નબળી ગુણવત્તા વાળી મગફળી પધરાવવામાં પણ કરોડોના કૌભાંડો થાય છે જે ભૂતકાળમાં મગફળીમાંથી ટેકાના ભાવે ખરીદીમાંથી ધૂળ અને પથ્થર  નીકળ્યાના દાખલા નોધાયા હતા. !!

જો કે, ટેકાના ભાવે મગફળી ખરીદી ના થાય અને ભાવ ફેર થાય તો પણ સરકારને કરોડોનો ફાયદો-બચત થાય, જે અન્ય વિકાસકાર્યોમાં થઈ શકે. પણ તો પછી 'ટેકો' બંધ થાય તેનું શું ?? જાહેરમાં હવે ટેકાના ભાવમાં કેન્દ્રોમાં મળતા લાભોની ચર્ચા થવા લાગી છે તથા કેન્દ્ર મેળવવા પડાપડી તથા મિત્રો વચ્ચે દુશ્મની પણ થવાના બનાવો જોવા મળી રહ્યા છે. જે પણ ભારે ચર્ચાસ્પદ થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh