Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ કરાયો

૨૯ દુર્લભ સહિત ૩૦૦થી વધુ પ્રકારના જુદાજુદા પક્ષીઓ દર વર્ષે મહેમાન બને છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં જુદીજુદી ૩ સભ્યોની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ રહી છે.

જેમાં ૧ વન વિભાગના કર્મચારી, ૧ વાઈલ્ડ ફોટોગ્રાફર, અને ૧ પક્ષી વીદ સહિતના ત્રણ સભ્યોની ટીમ બનાવીને અલગઅલગ વિસ્તારમાં પક્ષીની ગણતરી શરૂ કરાશે. ખીજડીયા પક્ષી અભ્યારણ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પાર્ટ-૧ અને પાર્ટ-ર બન્નેમાં એકીસાથે પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવશે.

આ પક્ષી ગણતરીની કામગીરી દરમિયાન તા. ૬-ફેબ્રુઆરી અને ૭ ફેબ્રુઆરીના દિવસોએ પ્રવાસીઓ માટે બંધ રખાયું છે. ખીજડીયા પક્ષી અભ્યારણ જામનગર શહેરથી તેનું અંદર અંદાજીત ૧ર કિ.મી. જેટલું અને જામનગર-રાજકોટ હાઈવેથી ૩ કિ.મી. દૂર આવેલું છે. આ સંકુલ વ્યૂહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઈન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.

આ પક્ષી અભ્યારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની સમસર સાઈટ તરીકેનો દરજ્જો મળતા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અહીં ૩૦૦ થી વધુ પ્રકારના પક્ષીઓ અને ર૯ જેટલી દુર્લભગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો 'રાજા' ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા ભેટ ક્રિસ્ટેડ, કિપ કોમન પીઆઈ, વાઈટ આઈવીસ, ડાઈમેશન પેલિકન પક્ષીઓની આવક વધુ રહે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળતાં વિદેશી પ્રવાસીઓ પક્ષીપ્રેમીઓને આ અભ્યારણ્યની જૈવિક વિવિધતા તથા ઈકો-સિસ્ટમ તેમજ દુર્લભપક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh