Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેભાન હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકનું સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૧૩: જામનગરના નાની લાખાણી ગામની ગોળાઈમાં ગઈ તા. ૩૧ જાન્યુઆરીની સવારે એક બાઈક સ્લીપ થતાં રામપર ગામના પિતા-પુત્રી ઘવાયા હતા. આ અકસ્માતમાં ઈજા પામેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ગયા સપ્તાહે બેભાન હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકનું સારવારમાં મોત થયું છે.
જામનગર તાલુકાના રામપર ગામના વશરામભાઈ દેવાભાઈ જાટીયા નામના ૫૯ વર્ષના પ્રૌઢ પોતાની પુત્રી ખ્યાતિબેન સાથે ગઈ તા. ૩૧ જાન્યુઆરી ની સવારે નવેક વાગ્યે રામપર ગામથી નાની લાખાણી જવા નીકળ્યા પછી જ્યારે મોટી લાખાણી ગામની ગોળાઈમાં પહોંચ્યા ત્યારે કોઈ રીતે વશરામભાઈના કાબુ બહાર જઈ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં રોડ પર ફેંકાઈ ગયેલા વશરામભાઈ તથા ખ્યાતીબેનને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે ખસેડવામાં આવેલા બંને વ્યક્તિમાંથી વશરામભાઈનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું છે. તેમના પુત્ર હાર્દિકભાઈ જાટીયાએ પોલીસને જાણ કરી છે. જામનગરના વામ્બે આવાસ રોડ પરથી ગઈ તા. ૬ની સાંજે ચાલીસેક વર્ષના અજાણ્યા યુવાન બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે આ યુવાનનું મૃત્યુ નીપજયું છે. બનાવની સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝનના જમાદાર વી.એમ. ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial