Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલીયા રોડ પર ત્રણ ખેતમજૂરને અકસ્માત નડ્યોઃ
જામનગર તા. ૧૬: જામનગરના અલીયા ગામથી જાંબુડા ચોકડી વચ્ચેના રોડ પર ગઈ તા.૮ની સાંજે ત્રણ પરપ્રાંતીય યુવાનને એક બાઈકે હડફેટે લેતાં એક યુવાનને ગંભીર ઈજા થઈ છે. જ્યારે લાલપુરથી મોટા ખડબા વચ્ચેના રોડ પર ગઈકાલે સવારે સર્જાયેલા અકસ્માતમાં એક પ્રૌઢ ઘવાયા છે.
જામનગર નજીકના અલીયા ગામ પાસે આવેલા ગોકુલપરામાં કાનાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કટનેરા ગામના પવન કરશનભાઈ ઈસકે તથા તેના બનેવી મોહનભાઈ મકુનભાઈ ખેડે અને કમલભાઈ કરશનભાઈ નામના ત્રણ વ્યક્તિ ગઈ તા.૮ની સાંજે ઘરના સામાનની ખરીદી કરી ગોકુલપરાથી અલીયા તરફ જતા હતા.
તેઓ જ્યારે જાંબુડા ચોકડી રોડ પર પહોંચ્યા ત્યારે જીજે-૩-ડીએચ ૬૧૬૮ નંબરના હીરો મોટરસાયકલના ચાલકે તેઓને પાછળથી ટક્કર મારી હતી. તેથી ત્રણેય યુવાનો રોડ પર પછડાયા હતા. જેમાં મોહનભાઈ ખેડેને માથામાં ઈજા થઈ છે. કમલભાઈએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામના ગુલમામદ નુરમામદ રાવમા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ ગઈકાલે સવારે લાલપુરથી મોટા ખડબા ગામ તરફ ચાલીને જતા હતા ત્યારે જીજે-૧૮-એક્સ ૩૧૧૧ નંબરના બોલેરોના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા.
કેટલાક શ્રમિકોને લઈને જતી આ બોલેરો પીકઅપ વાનની ટક્કરથી રોડ પર ફેંકાઈ ગયેલા ગુલમામદ ભાઈને પાંસળી તથા હાથમાં ગંભીર ઈજા થઈ છે. તેમના ભત્રીજા ફતેમામદ વલીમામદ રાવમાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial