Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦ જુલાઈ સુધીમાં વાંધા-સૂચનો ઓનલાઈન હાર્ડકોપીમાં સ્વીકારાશે
ખંભાળિયા તા. ૯: તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતના સંદર્ભે મતદાન મથકોની નવરચના થતા ૬૯૫ મથકોની યાદી જાહેર થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠક વિસ્તારના ૬૩૪ મતદાન મથકોમાં ૬૧નો વધારો થયો છે. મતદાન મથકોની નવી યાદીમાં તા. ૧૦ જુલાઈ સુધી વાંધા-સૂચનો ઓનલાઈન અથવા જિલ્લાની કલેકટર, પ્રાંત તથા મામલતદાર કચેરીઓમાં મોકલી શકાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકોના વિસ્તારોમાં ગત લોકસભા-વિધાનસભા ચૂંટણીઓમાં નોંધાયેલા ૬૩૪ મતદાન મથકોમાં હવે ૬૧નો ઉમેરો થયો છે. ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ તા. ૦૧/ ૦૧/ ૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવાનું હોવાથી હાલ જિલ્લાની બન્ને વિધાનસભા ક્ષેત્રના વિસ્તારોના ૬૯૫ મતદાન મથકોની યાદી તા.૦૨/૦૭/૨૦૨૫ જુલાઈના રોજ જાહેર કરવામાં આવી છે.
જેમાં કોઈને વાંધા-સૂચનો હોય તો તેઓ તા.૧૦ જુલાઈ સુધીમાં ચૂંટણી પંચને સીધા ઓનલાઈન અથવા તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો કે જિલ્લા કલેક્ટરને રજુ કરી શકાશે.
કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાએ ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧-ખંભાળિયા અને ૮૨- દ્વારકા એમ બન્ને વિધાનસભા ક્ષેત્રોના મતદાન મથકોની સુધારા-વધારા સાથેની યાદી જાહેર કરી છે.
આ નવી યાદીમાં જે તે મતદાન મથકનું સ્થળ અને તેમાં ક્યા વિસ્તારના લોકો મતદાન કરી શકશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ યાદી મુજબ ૮૧-ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રમાં ૩૫૭ મતદાન મથકો અને ૮૨-દ્વારકા ૩૩૮ મતદાન મથકો મળીને જિલ્લામાં કુલ ૬૯૫ મતદાન મથકો આવેલા છે.
આ નવી મતદાન મથકોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની કચેરી, પ્રાંત કચેરી ખંભાળિયા તથા દ્વારકા તેમજ લગત મામલતદાર કચેરીઓમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial