Advertisement
Author: નોબત સમાચાર

સામુ કેમ જુએ છે તેમ કહી નાની ભગેડીમાં યુવાન પર દંપતી સહિત ત્રણે કર્યાે હુમલો

રૂપેણ બંદર પર વૃદ્ધને છ શખ્સે માર માર્યાે:

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૧૦: કાલાવડના નાની ભગેડી ગામમાં પોતાની પુત્રીને શાળાએ મૂકવા ગયેલા એક યુવાનને અમારી સામે કેમ જોવે છે તેમ કહી એક દંપતીએ હુમલો કર્યાે હતો અને પગ ભાંગી નાખ્યો હતો. પાછળથી અન્ય એક શખ્સે પણ પતાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે રૂપેણ બંદર પર ગાળો બોલવાની ના પાડનાર વૃદ્ધ પર છ શખ્સ તૂટી પડ્યા હતા.

કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતા વનરાજભાઈ રવજીભાઈ ચાવડા નામના યુવાન ગઈકાલે સવારે પોતાની પુત્રીને શાળાએ મૂકવા ગયા ત્યારે નાની ભગેડી ગામની પ્રાથમિક શાળા નજીક સુરેશ વાલાભાઈ મકવાણા નામના શખ્સે પત્ની હંસાબેન સાથે આવી અમારી સામે કેમ જોવે છે તેમ કહી બોલાચાલી કરી હતી.

ત્યારપછી સુરેશ તેમજ હંસાબેને ધોકાથી હુમલો કરી જમણો પગ ભાંગી નાખ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી  નાનજીભાઈ દેવશીભાઈ મકવાણાએ પણ મારી નાખવાની ધમકી આપતા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વનરાજભાઈએ ફરિયાદ કરી છે.

દ્વારકા શહેરમાં નરસંગ ટેકરી પાસે રહેતા જુમ્માભાઈ અલાનાભાઈ ઈસબાની નામના વૃદ્ધે ગઈકાલે બપોરે રૂપેણ બંદરના બારાકાંઠા વિસ્તારમાં ગાળો બોલતા વસીમ મામદ સમાને ગાળો ન બોલવાનું કહેતા વસીમ તેમજ દિલાવર ઈબ્રાહીમ સમા, જુમા ઈબ્રાહીમ સમા, સોહિલ રઝાક ઈસબાની, મામદ આલી સમા, આસીફ મામદ સમા નામના છ શખ્સે ગાળો ભાંડી ધોકાથી હુમલો કરી આ વૃદ્ધને માર માર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh