Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સોરઠીયા વાણંદ સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સમૂહપ્રસાદ યોજાયો

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ડોમ ટાઈપ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં શ્રી સોરઠીયા વાણંદ સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિ (આઠમ) નિમિત્તે સમૂહ ભોજન પ્રસાદી કાર્યક્રમ યોજાયો હતો. તે ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ૧૦ લાખની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર ડોમ ટાઈપ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દર દર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોરઠીયા વાણંદ સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે,ત્યારે  ચૈત્રી આઠમના દિવસે બેડી બંદર રીંગ રોડ ઉપર યાદવ નગરમાં આવેલ શ્રી સોરઠીયા વાણંદ સમાજની વાડી ખાતે લીંમ્બોચ ભવાની માતાજી તેમજ શેનજી મહારાજના પ્રસાદરૂપે સમૂહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો, વિકેન્દ્રિત  જિલ્લા આયોજન અંતર્ગત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ૧૦ લાખની ગ્રાન્ટ માંથી નિર્માણ થનાર ડોમ ટાઈપ કોમ્યુનિટી હોલનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પૂર્વ મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, વોર્ડ નં ૬ પૂર્વ કોર્પોરેટર જશુબા ઝાલા, ભાયાભાઈ ડેર, તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સોરઠીયા વાણંદ સમાજના પ્રમુખ સાગરભાઈ જગતીયા, ઉપપ્રમુખ સંજયભાઈ મર્દનીયા તેમજ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહૃાા હતા.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીનું પાઘડી પહેરાવી સોરઠીયા વાણંદ સમાજના પ્રમુખ સાગરભાઈ જગતીયા ઉપપ્રમુખ સંજયભાઈ મર્દનિયાએ સ્વાગત કર્યું હતું, જ્યારે ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ ઓઢાડી વાણંદ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ જ્ઞાતિજનો ભાઈઓ  તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh