Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોર્મુઝની મુશ્કેલી ટળી નથી ત્યાં
નવી દિલ્હી તા. ૧૩: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો છવાયા છે, કારણ કે હોર્મુઝ પછી હવે રાતા સમુદ્રમાં પણ જહાજો પર હુમલા શરૂ થયા છે. આ માટે હુથી બળવાખોરો પર શંકા વ્યક્ત થઈ રહી છે.
મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે. રાતા સમુદ્ર અને હોર્મુઝમાં જહાજો પર થઈ રહેલા હુમલાઓએ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે મોટું સકંટ ઊભું કર્યું છે. તાજેતરના અહેવાલો મુજબ ઈરાને કડક ચેતવણી આપી છે કે, જો તેની સરહદો અથવા હિતોને નુક્સાન પહોંચાડવામાં આવશે, તો તે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગો પર નિયંત્રણ મેળવી શકે છે.
એક તરફ અમેરિકા હોર્મુઝમાં નાકાબંધી કરવા જઈ રહ્યું છે. બીજી તરફ રાતા સમુદ્રમાં પણ જહાજો પર ખતરો મંડરાઈ રહ્યો છે. રવિવારે યુનાઈટેડ કિંગડમ મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સના અનુસાર યમનના અલ હુદૈદા કિનારાથી અંદાજિત પ૪ નોટિકલ માઈલ દૂર એક જહાજને ૧૦-૧ર લોકોના હથિયારબંધ સમૂહે ઘેરી લીધું, જેમાંથી ૪-પ લોકો ઓટોમેટિક હથિયારોથી સજ્જ હતાં. હુમલાખોરોએ જહાજને રોકવાના આદેશ આપ્યા, પરંતુ કેપ્ટને માનવાની ના પાડી દીધી. ત્યારપછી હુમલાખોરોનું જહાજ નજીક આવ્યું અને તેના જહાજ પર ચઢવાનો પ્રયાસ કર્યો. સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કેપ્ટનની સુઝબુઝથી મોટી દુર્ઘટના ટળી ગઈ. જહાજ પરથી ફ્લેયર છોડવામાં આવ્યા, જ્યારપછી હુમલાખોરોએ પીછેહઠ કરી અને દક્ષિણ-પૂર્વ દિશામાં ભાગી ગયા. આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું, પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાતા સમુદ્રમાં સતત ખતરો વધી રહ્યો છે.
જો કે, ઓક્ટોબર ર૦ર૩ થી યમનના હુથી બળવાખોરો આ વિસ્તારમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. જેને લઈને વૈશ્વિક વેપાર પર પણ અસર પડી છે. આ જહાજ પર હુમલાની શંકા પણ હુથીઓ પર છે. હુથીઓના હુમલા પછી પહેલા અનેક મોટી શિપિંગ કંપનીઓએ પોતાના જહાજોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપના રસ્તે મોકલવાનું શરૂ કરી દીધું હતું, જેનાથી સફર ૧૦ થી ૧૪ દિવસ લાંબી થઈ ગઈ અને ખર્ચ પણ વધી ગયો હતો. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં પરિસ્થિતિ વધુ વિસ્ફોટક છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સએ સ્પષ્ટ કહ્યું છે કે, આ જળમાર્ગમાં દુશ્મનની કોઈપણ હરકત જીવલેણ સાબિત થશે. ઈરાનનો દાવો છે કે હોર્મુઝ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ત્યાંની દરેક ગતિવિધિઓ પર તેમની નજર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial