Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિરંગા સાથે બાઈક સવારોએ મચાવી ધૂમઃ ક્રિકેટ પ્રેમીઓએ ગજવ્યુ ગગનઃ ભારત માતાનો જયઘોષઃ જીવંત પ્રસારણ સાથે ગુંજી ચિચિયારીઓ
જામનગર તા. ૯: અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચમાં ગઈકાલે રાત્રે ભારતે શાનદાર જીત મેળવી લઇ વર્લ્ડ કપ સતત બીજી વખત પોતાના નામે કરી લીધો હતો, જેના જીતનો ભવ્ય જશ્ન જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે જોવા મળ્યો હતો, અને શહેરમાં ઠેર ઠેર આતશબાજી થઈ હતી, અને જાણે કે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં યુવા ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગા લઈને નીકળી પડ્યા હતા, અને ઢોલ નગારા સાથે શાનદાર જીતની ઉજવણી કરી હતી. તેમજ કેટલાક યુવાનો પોતાના હાથમાં તિરંગા ઝંડા લઈને બાઇક પર 'ભારત માતાકી જય' ના નારા સાથે પણ શહેરમાં ઘુમી વળ્યા હતા, અને ભારે ક્રિકેટ ફીવર સર્જાયો હતો.
જામનગર શહેરના હવાઈચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં મોટા સ્ક્રિન પર ભારત અને ન્યુઝીલેન્ડની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે અનેક ક્રિકેટ પ્રેમીઓ ઠેર ઠેર ઉમટેલા જોવા મળ્યા હતા, અને ભારતે પ્રથમ બેટિંગ કરીને શાનદાર ૨૫૫ રન ખડકી દીધા હતા, ત્યારે ચોકકા છક્કાની રમઝટમાં દર્શકોએ તાલીઓ પાડી સિટી વગાડીને ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ બીજા દાવમાં હરીફ ન્યુઝીલેન્ડની ટિમ ની ટપોટપ વિકેટો પડતી ગઈ, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારી થી શહેરના અનેક વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા, અને ભારતની જીત બાદ અનેક સ્થળે ભવ્ય આતશબાજી કરાઈ હતી, તેમજ દેશભક્તિના નારા ગજવ્યા હતા, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં દેશ પ્રેમની પણ ઝલક જોવા મળી હતી.
ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં સવિશેષ ઉજવણી જોવા મળી હતી, અને હજારો ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે સુધી એકત્ર થયેલા અને ઢોલ નગારાના તાલે 'ભારત માતા કી જય'ના નારા સાથે ઝૂમી ઉઠેલા જોવા મળ્યા હતા.
ભારતની ટી. ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ફાઇનલ મેચમાં જીત સાથે વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી રાત્રીના ૧૧.૩૦ વાગ્યા પછી જામનગર શહેરમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial