Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિર માટે વહીવટદાર નિમવા વડાપ્રધાન સુધી રજૂઆત કરાતા ચકચાર

રૂ।.૭૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ મૂકાયોઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર જયોર્તિલિંગ મંદિરના સંચાલનને લઈને વધુ એક વખત વિવાદ ઉભો થયો છે. એક અરજદારે ટ્રસ્ટીઓ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવી વહીવટદારની નિમણૂક કરવા તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરથી માંડી વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરતા ખળભળાટ મચ્યો છે.

નાગેશ્વર જયોર્તિલિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ પરેશભારથી કેશુભારથી ગોસાઈ નામના અરજદારે મંદિરના સંચાલન માટે વહીવટદારની નિમણૂકની માગણી કરી છે. સર્વે નં.૧૧૬, ૧૨૩, ૧૨૪માં સરકારી જમીન હોવાના અને તેના પર ખાનગી ટ્રસ્ટ ચલાવવાના મુદ્દાઓ રજૂ કરાયા છે.

ઉપરોક્ત બાબતે ચાર મહિના પહેલાં અરજી કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી તેમ પણ જણાવાયું છે અને અંદાજે રૂ।.૭૦૦થી ૮૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવાયો છે. પ્રાંત અધિકારી દ્વારા અગાઉ મંદિરના ટ્રસ્ટીઓને વિવિધ મુદ્દાઓની પૂર્ણતા કરવા જણાવાયંુ હતું અને મંદિરમાં દુકાન ન ચલાવવા, નિયત સમયમાં હુકમ મુજબના શૌચાલય બનાવવા, તળાવની સફાઈ કરવા જે તે વખતે બાહેંધરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh