Advertisement
Author: નોબત સમાચાર

મતવિસ્તારો ચૂંટણી પ્રચાર બંધ થયા પછી છોડી દેવા કાર્યકરો-પ્રચારકોને ફરમાનઃ જાહેરનામું

સંબંધિત વિસ્તારના મતદાર ન હોય તેવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના કુલ ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજ્ય ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તે જરૂરી છે. મતદાન પૂરૂ થવાના સમય (તા.૨૬/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉથી (તા.૨૪/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાકથી) ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. આ રીતે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું થાય છે. જિલ્લાના સબંધિત મતવિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કૂલ ૬ તાલુકા પંચાયતના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૨૬/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાક)થી ૪૮.૦૦ કલાક અગાઉ (તા.૨૪/૦૪/૨૦૨૬ ના સાંજના ૬.૦૦ કલાક)થી એટલે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.

ઉમેદવારોના ચૂંટણી એજન્ટોને આ હુકમ લાગુ પડશે નહી. (ચૂંટણી એજન્ટ હોવા અંગેનો આધાર સાથે રાખવાનો રહેશે) આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh