Advertisement
Author: નોબત સમાચાર

દોઢેક મહિના પહેલાં ઝડપાયેલા ગૌમાંસના પ્રકરણમાં બે આરોપીની એલસીબી દ્વારા અટક

દ્વારકા નજીક રૂપેણ બંદરમાંથી ઝડપાયું હતું ગૌમાંસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: દ્વારકા નજીકના રૂપેણ બંદરમાંથી દોઢેક મહિના પહેલાં ગૌવંશના માંસ સાથે કેટલાક આરોપી ઝડપાયા હતા. તેની તપાસ કરી રહેલી એલસીબી ટીમે ગઈકાલે રૂપેણ બંદરમાંથી વધુ બે શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં ગઈ તા.૩ ફેબ્રુઆરીના દિને એક મહિલાના મકાનમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. તેનો ગુન્હો નોંધાયા પછી દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમ પીઆઈ બી.જે. સરવૈયાની સૂચના અને પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ તપાસ કરી રહી હતી.

તે દરમિયાન રૂપેણ બંદરમાં નવી મસ્જિદ પાસે રહેતા મુસા અલારખા રાડીયા તથા નવી નિશાળ પાસે રહેતા મહંમદહનીફ અહમદમિયાં સૈયદ ઉર્ફે મુન્ના બાપુની સંડોવણી જણાઈ આવી હતી.

આ બંને શખ્સની એલસીબીએ અટકાયત કર્યા પછી દ્વારકા પોલીસને સાથે રાખી જે સ્થળે આરોપીઓ માંસના જથ્થાનું વેચાણ કરતા હતા ત્યાં જઈ પંચનામુ કરવા સહિતની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh