Advertisement
Author: નોબત સમાચાર

સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની બાર બોટલ લઈને જતાં શખ્સની અટકાયતઃ સપ્લાયરનું નામ ખૂલ્યું

સ્કૂટર, બોટલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂની બાર બોટલ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ જે સ્કૂટરમાં દારૂ લઈ જતો હતો તે સ્કૂટર પણ ઝબ્બે લેવાયું છે. આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સ પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની અને આ શખ્સ તે જથ્થો સ્કૂટરમાં લઈ જતો હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી વોચ રાખી હતી.

તે દરમિયાન નંબર પ્લેટ વગરના જયુપીટર સ્કૂટરમાં જતો દીપ સોંદરવા મળી આવ્યો હતો. એલસીબીએ તેને અટકાવી સ્કૂટરની તલાશી લેતા સ્કૂટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બાર બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ, સ્કૂટર, એક મોબાઈલ મળી કુલ રૂ।.૫૯૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને દીપ સોંદરવાની અટકાયત કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂનો જથ્થો રણજીત સાગર રોડ પર એક સ્કૂલ પાછળ વસવાટ કરતા યુવરાજસિંહ જાડેજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપી છે. બંને સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે અને યુવરાજસિંહની શોધ શરૂ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh