Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરીક્ષાર્થીઓ પર વિપરીત અસર ન પડે, તે રીતે પોલીસે જાળવી સુરક્ષાઃ
અમદાવાદ તા. ૧૮: અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા તંત્રે પરીક્ષાર્થીઓને વીપરીત અસર ન થાય, તે રીતે સુરક્ષા જાળવી હતી, પરંતુ વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા હતાં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓના અંતિમ દિવસે જ અમદાવાદ શહેરની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
અજાણ્યા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ અદ્ધર કરી દીધા હતાં. શહેરના પશ્ચિમ વિસ્તારની અગ્રણી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે, જેમાં મેમનગરની મહારાજા અગ્રસેન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલ સહિત અન્ય કેટલીક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓને સવારના સમયે જ ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી કે શાળા સંકુલમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે.
ધમકી મળતાની સાથે જ શાળા સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્થાનિક પોલીસનો કાફલો બોમબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મોટી સંખ્યામાં હતી. તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી વર્ગખંડો ખાલી કરાવાયા હતાં અને સુરક્ષિતરીતે વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતાં.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ એક 'હોક્સ કોલ' (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ખૂણેખૂણાનું ચેકીંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ મેઈલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરી રહી છે. અગાઉ પણ ગણતંત્ર દિવસ અને બજેટ સત્ર દરમિયાન આ પ્રકારની ધમકીઓ મળી હતી, જેમાં વિદેશી સર્વરનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ કમિશનર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ અફવાઓ પર ધયન ન આપે અને ગભરાય નહીં. શાળાઓમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ ખલેખ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જે રાહતના સમાચાર છે. તંત્રે પરીક્ષાર્થીઓ પર વિપરીત અસર ના પડે તેવી તકેદારી સાથે સુરક્ષા જાળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial