Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઝુલેલાલ જન્મ જયંતીની ઉજવણીઃ વૈકલ્પિક રૂટને જાહેર કરાયો

આજે રાત્રિથી આવતીકાલ સુધીનું જાહેરનામું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં તા. ર૦-૩-ર૦ર૬ ના સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર હોવાથી વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે જતા હોય છે, તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમિયાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી શારદા કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ ૧૯ માર્ચ રાત્રિના ૧૧ કલાકથી તા. ર૦ માર્ચ રાત્રિના ૧ર કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે જુના રેલવે સ્ટેશન, ગીતા લોજ પાસેથી ત્રણબત્તી ચોક સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે, તેમજ વૈકલ્પિક રૂટ તરીકે જુના રેલવે સ્ટેશનથી ગેલેક્સી સિનેમા તરફ જવાનો ડાયવર્ઝન રૂટ રહેશે.

આ જાહેરનામું કામગીરીમાં રોકાયેલ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૬) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh