Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૪: કાલાવડના એક આસામીને પોતાની મોટરના નડેલા અકસ્માતનો ખર્ચ મેળવવા કરેલો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા આદેશ કર્યાે છે.
કાલાવડના જયદીપ ભગવાનજી પઢીયાર નામના આસામીએ પોતાના વાહનનો રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે પછી કાલાવડથી સાઈટ પર જતા જયદીપભાઈના વાહનને અકસ્માત નડતા તેઓએ વીમા કંપનીને જાણ કરી ક્લેઈમ કર્યાે હતો.
ઉપરોક્ત ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા જયદીપભાઈએ રૂ।.૪,૬૧,૯૯૮ના થયેલા ખર્ચ અંગે જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. ફોરમે રૂ।.૪૦૯૫૪૯ની રકમ છ ટકાના વ્યાજ સાથે અને ખર્ચના રૂ।.પ હજાર અલગથી ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial