Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્લોબલ સપ્લાઈની અનિશ્ચિતતાઓ સામે ભારતીય કંપનીઓને મોટી રાહત અપાઈઃ નોટિફિકેશન જાહેર કરાયુ
નવી દિલ્હી તા. ૨: યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ખાતર કંપનીઓને મોટી રાહત આપી છે, તથા પેટ્રોકેમિકલ અંગે પણ છૂટછાટ જાહેર કરીને કેટલીક બેઝિક કસ્ટમ્સ ડયુટી હટાવી લીધી છે.
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. ૨ એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૨૬ સુધીના સમયગાળા માટે વિવિધ પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી) કામચલાઉ ધોરણે નાબૂદ કરવામાં આવી છે.
મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા ૧ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ૪૦થી વધુ કેમિકલ પ્રોડક્ટ્સ પર હવે ઝીરો બેઝિક કસ્ટમ્સ ડ્યુટી લાગશે. આ રાહત લગભગ ત્રણ મહિના સુધી અમલમાં રહેશે.
આ યાદીમાં બાંધકામ, ઓટોમોટિવ અને કન્ઝ્યુમર ગુડ્સમાં વપરાતા મુખ્ય કેમિકલ્સ સામેલ છે. કેમિકલ્સમાં મેથેનોલ, એસિટિક એસિડ, ફેનોલ, સ્ટાયરીન, ટૌલિન ડાયસોસાયનેટ (ટીડીઆઈ), અને પોલીયોલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલિમર્સમાં પીવીસી (પોલીવિનાઇલ ક્લોરાઇડ), એબીએસ, પીઈટી, અને ઇપોક્સી રેઝિન અને ઇન્ટરમીડિએટ્સમાં એમઈજી (મોનોઈથિલિન ગ્લાયકોલ) અને પીટીએ (પ્યુરિફાઈડ ટેરેપ્થેલિક એસિડ)નો સમાવેશ થાય છે.
આ કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જે પ્રોડક્ટ્સ માટે ભારત આયાત પર નિર્ભર છે, તેના લેન્ડેડ કોસ્ટ (આયાત કિંમત)માં મોટો ઘટાડો થશે. ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરર્સને ફાયદો થશે. પ્લાસ્ટિક, પેકેજિંગ અને ઓટો પાર્ટ્સ બનાવતા સ્થાનિક ઉત્પાદકોને સસ્તો કાચો માલ મળશે. ગ્લોબલ સપ્લાય સામે રક્ષણ મળશે હાલમાં વૈશ્વિક સ્તરે સપ્લાયની જે અનિશ્ચિતતા છે, તેની સામે આ નિર્ણય ભારતીય કંપનીઓને બજારમાં ટકી રહેવામાં મદદ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે માત્ર બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં જ મુક્તિ આપી છે. જો કોઈ ચોક્કસ દેશ કે પ્રોડક્ટ પર એન્ટિ-ડમ્પિંગ કે સેફગાર્ડ ડ્યુટી લાગુ હોય, તો તે પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ નિર્ણયથી સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મકતા વધશે.
જોકે, અન્ય દેશો સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) હેઠળ જેમને પહેલેથી જ ડ્યુટીમાં ફાયદો મળતો હતો, તેમની સરખામણીએ હવે અન્ય દેશોની આયાત પણ સસ્તી થતા સ્પર્ધા વધુ તીવ્ર બનશે, તેવું તજજ્ઞો માને છે.
આ ડયુટી માફીનો ફાયદો રો મટીરિયલ અને ગેસઃ એનહાઇડ્રસ એમોનિયા અને એમોનિયમ નાઈટ્રેટ, કેમિકલ્સઃ ટોલ્યુઈન, સ્ટાયરીન, મેથેનોલ, આઈસોપ્રોપીલ આલ્કોહોલ, એસિટિક એસિડ, અને ફેનોલ., પોલિમર્સ અને પ્લાસ્ટિકઃ પીવીસી (પોલીવિનાઇલ ક્લોરાઇડ), પોલીપ્રોપીલીન, પોલીસ્ટાયરીન, એબીએસ, અને પીઈટી ચિપ્સ., રેઝિન્સઃ ઇપોક્સી રેઝિન્સ, આલ્કાઈડ રેઝિન્સ અને અનસેચ્યુરેટેડ પોલિએસ્ટર રેઝિન્સ. અને ઔદ્યોગિક ઇન્ટરમીડિએટ્સઃ એમઈજી, પીટીએ, અને પાવર હાઉસ ગણાતા કેમિકલ્સ જેમ કે ટોલ્યુઈન ડાયસોસાયનેટને થશે.
આ કારણે બાંધકામ ક્ષેત્રે પીવીસી પાઈપ્સ અને પેઈન્ટ્સના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ટાયર (સ્ટાયરીન બ્યુટાડાઈન) અને પ્લાસ્ટિકના પાર્ટ્સ સસ્તા પડશે. પેકેજિંગ અને ટેક્સટાઈલ ક્ષેત્રે પીઈટી અને પીટીએ પરની ડ્યુટી ઘટતા પેકેજિંગ મટીરિયલ અને કાપડ ઉદ્યોગને રાહત મળશે. તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રે ફ્રીજ, એસી અને ઘરવપરાશની વસ્તુઓમાં વપરાતા એબીએસ અને પોલીકાર્બોનેટ સસ્તા થશે.
હાલમાં વૈશ્વિક સ્તરે લોજિસ્ટિક્સની સમસ્યાઓ અને સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી કેમિકલ્સના ભાવ આસમાને છે. ભારત આમાંથી ઘણાં કેમિકલ્સ માટે આયાત પર નિર્ભર છે. આ ૩ મહિનાના વિન્ડો પિરિયડ દરમિયાન ડ્યુટી હટાવવાથી સ્થાનિક ઉત્પાદકોનો લેન્ડેડ કોસ્ટ ઘટશે, જેનાથી બજારમાં મોંઘવારી કાબૂમાં લેવામાં મદદ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial