Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાથી શ્રીનાથદ્વારા સુધીની એસ.ટી. બસ શરૂ કરવા રજૂઆત

પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૦: ખંભાળીયા શહેરના પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા એસ.ટી. નિયામકથી માંડીને સાંસદ, ધારાસભ્ય, મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને ખંભાળીયાથી શ્રીનાથદ્વારા રૂટની એસ.ટી. બસ શરૂ કરવા રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં વૈષ્ણવો દ્વારા જણાવાયેલ કે ખંભાળીયાથી એક પણ બસ શ્રીનાથદ્વારાની શરૂ થઈ નથી, જે શરૂ કરવા માંગ છે. ખંભાળીયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય પંથકના ઘણાં વૈષ્ણવો મોટી સંખ્યામાં દર મહિને પૂનમ ભરવા જાય છે. સામાન્ય વર્ગના લોકોને બસ ના હોય ખાનગી વાહનોમાં જવું પડે છે. ૨૦૨૩થી આ બસ સુવિધા શરૂ કરવાની માંગ કરવામાં આવવા છતાં પણ આ સગવડ અપાઈ ન હોય, પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા તાકિદે આ માંગ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવાયુ છે.

મહાપ્રભુજી બેઠકના મુખીયાજી રોહિત કુંદનલાલ, હસમુખ દાવડા, વિનોદ દત્તાણી, રાધિકાબેન બારાઈ, સુરેશભાઈ લાલ, કિરણબેન દત્તાણી, રાજેશ લાલ વગેરેએ સામૂહિક સહીઓ સાથે લેખિતમાં રજૂઆત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh