Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંત્વના આપી પોલીસે ચિલ્ડ્રન હોમમાં ખસેડ્યોઃ
જામનગર તા. ૯: જામનગરના હાપા વિસ્તારમાંથી મુકબધીર તથા દિવ્યાંગ બાળક મળી આવ્યા પછી પોલીસે સહાનુભૂતિ દાખવી તે બાળકને ચિલ્ડ્રન હોમમાં ખસેડી મુકબધીર શાળાનો સહયોગ મેળવી આ બાળકના વાલી તથા તે જ્યાં વસવાટ કરતો હતો તે સંસ્થાના સંચાલકને બોલાવી આ બાળકનો કબજો સોંપ્યો છે.
જામનગરના હાપામાં આવેલી એલગન સોસાયટી પાસેથી ગઈકાલે એક અજાણ્યો બાળક જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે ૧૦૯૮-ચિલ્ડ્રન હેલ્પલાઈનનો સંપર્ક કર્યા પછી આ બાળકને લીમડાલાઈન સ્થિત મુકબધીર શાળામાં ખસેડ્યો હતો.
મુકબધીર સાથે દિવ્યાંગ જણાઈ આવતા આ બાળકના હાથમાં ટેટૂ સ્વરૂપે એક મોબાઈલ નંબર જોવા મળતા પોલીસે તે નંબરનો સંપર્ક કર્યાે હતો. જેમાં આ બાળકના માતા સાથે વાત થઈ હતી. તેઓએ પોતાનો પુત્ર રાજકોટના હીના ફાઉન્ડેશનમાં એક વર્ષથી રહેતો હોવાનું જણાવતા પોલીસે આ સંસ્થાનો સંપર્ક કરતા ઉપરોક્ત બાળક ગઈરાત્રે અગિયાર વાગ્યા પછી સંસ્થામાંથી નીકળી ગયાનું બહાર આવ્યું હતું.
આ સંસ્થાના સંચાલકને પોલીસે બોલાવી મંગાવ્યા હતા. જામનગર દોડી આવેલા સંચાલકને બાળકના ડોક્યુમેન્ટની ખરાઈ પછી પોલીસે બાળકની સોંપણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial