Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતવાણી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
જામનગર તા. ૭: કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા ઓધવધામ જામનગરના શ્રી મંદિરો (કુળદેવી હિંગલાજ માતાજી, સદ્ગુરુદેવ શ્રી ઓધવરામજી મહારાજ, શ્રી વાલરામજી મહારાજ, શ્રી વ્હાલરામેશ્વર મહાદેવ, શીતલા માતાજી તથા ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર) ના ૪ર મા પાટોત્સવ નિમિત્તે તા. ૮ અને ૯ ના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા. ૮/૪ ના બુધવારે રાત્રે ૯-૩૦ થી ૩ વાગ્યા દરમિયાન સંતવાણીનો કાર્યક્રમ પ૮, દિ. પ્લોટમાં સમાજની વાડી પાસે રાખવામાં આવ્યો છે. મુંબઈના પ્રખ્યાત ભજનિક જીતુભાઈ ભાનુશાલી અને જીગરભાઈ દામા સંતવાણી રજૂ કરશે. પાટોત્સવના મુખ્ય યજમાન દેવકીબેન મંગલદાસ હરવરા (હસ્તેઃ પ્રપૌત્ર રિશીવ દિપકભાઈ બુધિયાભાઈ હરવરા વલસરાવાળા) તથા આર્થિક સહયોગ આપનાર મુખ્ય દાતાશ્રીઓનું બહુમાન કરવામાં આવશે.
તા. ૯/૪ ના ગુરુવારે સવારે ૮-૧પ વાગ્યે વાઘાનો શણગાર, ૮-૩૦ વાગ્યે ફૂલહારથી શણવાર, ૮-૪પ વાગ્યે ધવજારોહણ, ૯ વાગ્યે યજ્ઞ પ્રારંભ, બપોરે ૧ર-૦પ વાગ્ય બીડું હોમાશે. ૧ર-રપ વાગ્ય આરતી થશે. સાંજે ૪-૩૦ વાગ્યે શોભાયાત્રા યોજાશે. પ૮. દિ. પ્લોટથી ઓશવાળ હોસ્પિટલ થઈ, પ૪, દિ. પ્લોટ, વિશ્રામ વાડી ચોકથી શ્રી કચ્છી ભાનુશાલી મહાજન વાડીએ પહોંચશે, જ્યાં શોભાયાત્રાનું સમાપન થશે. વાજતે-ગાજતે નીકળનારી આ શોભાયાત્રાના રૂટ પર વિવિધ સેવાભાવી મંડળો દ્વારા દૂધ, ઠંડા-પીણાની સેવા આપશે.
જ્ઞાતિજનો માટે સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ કચ્છી ભાનુશાલી મહાજન વાડી, પ૮, દિ. પ્લોટ, જામનગરમાં રાખવામાં આવ્યો છે, જેમાં ૩૦૦ જેટલા કાર્યકરો સેવા આપશે. આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ-મુંબઈ, દેશ મહાજન, રાજકોટ મહાજન તથા અન્ય સ્થળેથી જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ મનિષભાઈ કટારિયાની આગેવાની હેઠળ કારોબારી કમિટી તથા યુવા સમિતિ જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial