Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિફિલિંગ સમયે એક સિલિન્ડર ફાટ્યુઃ
સેલવાસ તા. ૪: દાદરાનગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થતા ૪ લોકોના મોત અને પાંચથી વધુ લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
કેન્દ્રાશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં આજે (ચોથી એપ્રિલ) સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો.
આ ગંભીર ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ દેમણી રોડ પર આવેલા આ ગોડાઉનમાં નાઈટ્રોન ગેસ સિલિન્ડર રિફિલિંગની કામગીરી ચાલી રહી હતી. શનિવારે સવારે જ્યારે કામદારો રિફિલિંગ કરી રહ્યા હતાં, ત્યારે અચાનક એક સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનનો કાટમાળ ઊડીને રોડ પર ફંગોળાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો.
વિસ્ફોટના અવાજને કારણે ૩૦ મીટરદૂર આવેલી શાળાના બાળકો અને સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓનો કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતાં. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હાં. પ્રાથમિક અહેવાલો મુજબ મૃતકોમાં ગોડાઉનના સંચાલકનો પણ સમાવેશ થાય છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઅ અને પ્રશાસનિક ટીમોએ પણ સ્થળની મુલાકાત લીધી છે. આટલી ગંભીર દુર્ઘટના પાછળ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે કે કેમ તે દિશામાં તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial