Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર રોડ પર સરકારી ખરાબાની રૂ।.ર.૮૦ કરોડની જમીન અંગે લેન્ડ ગ્રેબિંગ

છ શખ્સે નકશા બનાવી પ્લોટીંગ પણ પાડી દીધુ!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની રૂ।.૨ કરોડ ૮૦ લાખની જમીન પોતાની ન હોવા છતાં તેને  પચાવી પાડવા માટે જામનગર તથા મસીતીયા, જોડિયા-ભુંગાના છ શખ્સોએ તેના ખોટા નકશા બનાવી ૬૬ પ્લોટ પાડ્યા પછી તે જમીન કેટલાક લોકોને વેચી નાખી પચાવી પાડતા સર્કલ ઓફિસરે છએય સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જામનગરની શહેર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જે.એચ. પીપરીયાએ અંદાજે બે કરોડ એંસી લાખ રૂપિયાની કિંમતની સરકારની ખરાબાની રણજીતસાગર રોડ પર આવેલી જમીનના ખોટા નકશા તથા દસ્તાવેજ બનાવી તેને વેચી નાખ્યાની જામનગરના મનસુખ રતીલાલ ભટ્ટી, આમદ ઉમર ખફી, નુરમામદ દાઉદ ચાવડા ઉર્ફે બોદુ, રાજેશ કાંતિલાલ મારૂ, યજ્ઞેશ રતીલાલ રાણપરીયા, જગદીશ ગણેશભાઈ ચોવટીયા સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ રણજીત સાગર રોડ પર આવેલા રે.સ.નં.૧૧૨૫માં સરકારી ખરાબા ઉપરાંત બાજુમાં નદીકાંઠાની નંબર વગરની જમીન મળી અંદાજે ૮૫૮૬.પ૦ ચો.મી. જગ્યાના ઉપરોક્ત શખ્સો માલિક ન હોવા છતાં છળકપટના ઈરાદાથી આ શખ્સોએ તેના ખોટા નકશા બનાવી તેમાં પ્લોટ પાડી નાખ્યા હતા.

તે પ્લોટના ખોટા વેચાણ કરાર પણ ઉભા કરાવી જામીનગીરીમાં ફેરવી મધ્યમ વર્ગના માણસોને લલચાવી છેતરપિંડીના ઈરાદે તેનું વેચાણ કરી નાખી, નાણા મળ્યાની પહોંચ બનાવી આપી ઉપરોક્ત જમીન જે તે વ્યક્તિઓને ફાળવી દીધી હતી. જય સરદાર નોન ટ્રેડીંગ કોર્પોરેશનના નામથી ઉપરોક્ત કૃત્ય કરવામાં આવ્યંુ હતું. જેના પગલે સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની રૂ।.૨.૮૦ કરોડની જમીન પચાવી પાડવા અંગે ઉપરોક્ત શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh