Advertisement
Author: નોબત સમાચાર

રેલવેએ નોટીસો પાઠવતા રહીશોની દોડધામઃ ગત્ રાત્રે મહિલાઓ સહિત કલેક્ટરના બંગલે પહોંચ્યુ ટોળુ

જામનગરની હનુમાન ટેકરી વિસ્તારના ઝુપડા અઠવાડિયામાં ખાલી કરવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના અંધાશ્રમ, હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની જગ્યામાં થયેલ ઝુંપડપટ્ટી, કાચા-પાકા મકાનના દબાણો દૂર કરવા રેલવે વિભાગે સાત દિવસની નોટીસ પાઠવતા અસરકર્તાઓને દોડધામ વધી જવા પામી છે. ગઈકાલે રાત્રે જ અસંખ્ય લોકોના ટોળા રજૂઆત માટે રવાના થતા પોલીસે તેમને અટકાવી સમજાવ્યા હતાં. આખરે રાત્રે મામલો પૂર્ણ થયો હતો, પરંતુ આજે સવારે પુનઃ રજૂઆતો કરવામાં આવી છે.

દિગ્જામ સર્કલ નજીક રેલવેની જગ્યામાં અનેક કાચા-પાકા મકાનો, ઝુંપડા બાંધી ત્યાં ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે, જ્યારે રેલવે દ્વારા છેલ્લા બે દિવસથી નોટીસો આપવામાં આવી રહી છે, અને સાત દિવસમાં સ્વૈચ્છાએ જગ્યા ખાલી કરી નાખવા સૂચનો આપવામાં આવ્યા છે. અન્યથા મુદ્ત પૂર્ણ થયા પછી પોલીસ અને સ્થાનિક પ્રશાસનના સહયોગથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી રેલવેની સમગ્ર જગ્યા ખાલી કરાવાશે તેમ નોટીસમાં જણાવાયું છે.

અનેક લોકોને રેલવે તરફથી નોટીસો મળતા ગત્ રાત્રે આશરે ૪૦૦ જેટલા મહિલાઓ એકત્ર થયા હતાં અને જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી, પરંતુ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને તેમને સમજાવટ કરી પરત ઘરે મોકલ્યા હતાં.

કોઈ અનિઈચ્છનિય બનાવ ન બને તે હેતુથી રાત્રે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

રાત્રે મામલો થાળે પડ્યો હતો, પરંતુ આજે સવારે પુનઃ રજૂઆતો માટે અસરગ્રસ્તો ટોળે વળ્યા હતાં અને સક્ષમ ઓથોરીટી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh