Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એ.આઈ. કટોકટીના કારણે રોકાણકારોમાં ગભરાટઃ ૯૦ લાખ કરોડ ધોવાયાઃ
મુંબઈ તા. ૧૩: વૈશ્વિક પ્રવાહો, અમેરિકામાં એ.આઈ. કટોકટીના કારણે શેરબજારમાં ગભરાટ ફેલાયો હતો. તેથી શેરબજારમાં સવારે તબાહી મચી હતી જયારે સોના-ચાંદીમાં પ્રારંભિક ચળકાટ જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારમાં આજે પ્રારંભે તબાહી મચી હતી., ખાસ કરીને યુએસ સ્થિત એઆઈ કટોકટી પછી. આનું સૌથી મોટું કારણ એ છે કે એઆઈ અંગેની ચિતાઓ હવે વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે. એઆઈ બજારમાં ભારે ઘટાડો લાવી રહૃાું છે, ખાસ કરીને આઈટી કંપનીઓ માટે. શુક્રવારે ખુલતા જ ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ કારણે રોકાણકારોના રૂ।. ૯૦ લાખ કરોડ ધોવાયા હતાં.
સેન્સેક્સ ૮૮૩ પોઈન્ટ ઘટીને ૮૨,૮૧૦ પર ટ્રેડ કરી રહૃાો છે. નિફટી ૨૭૪ પોઈન્ટ ઘટીને ૨૫,૫૩૨ પર ટ્રેડ કરી રહૃાો છે. આઈટી શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહૃાો છે.
આજે ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજીસ અને અન્ય આઇટી શેરોમાં ભારે દબાણ રહૃાું, જેમાં ૭.૩૭ ટકા સુધીનો ઘટાડો થયો. પાછલા ટ્રેડિગ સત્રમાં તેઓએ ભારે વેચવાલી જોઈ હતી. કૃત્રિમ બુદ્ધિમત્તા અને વૈશ્વિક ટેક્રોલોજી શેરોમાં નબળા સેન્ટિમેન્ટને કારણે થયેલા વિક્ષેપો આ ક્ષેત્ર પર અસર કરી રહૃાા છે. આજે શરૂઆતના ટ્રેડિગમાં ઇન્ફોસિસ ૭.૩૭ ટકા, ટીસીએસ ૫.૪૭ ટકા, એચસીએલ ટેક ૪.૯૪ ટકા અને ટેક મહિન્દ્રા ૩.૪૧ ટકા ગગડ્યા હતા.
આઈટી કંપનીઓમાં હાહાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ કડાકો ટીસીએસ ઈન્ફોસિસ, એચસીએલ ટેકથી લઈને મહિન્દ્રા ટેકમાં કડાકાની સ્થિતિ દેખાઈ. જયારે અમેરિકામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આ મંદિ એશિયન માર્કેટમાં પણ દેખાઈ. રોકાણકારોને ડર છે કે એઆઈના નવા ટુલ્સ અનેક પરંપરાગત બિઝનેસ મોડેલને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને કંપનીઓનો નફો ઘટી શકે છે.
એઆઈની સૌથી વધુ અસર લોજિસ્ટિકસ, રિયલ એસ્ટેટ, અને સોફટવેર સંબંધિત શેરોમાં જોવા મળી રહી છે. અમેરિકન બજારમાં લગભગ એક ટ્રિલિયન ડોલર એટલે કે ૯૦ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે.
બીજી તરફ ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. અગાઉના સત્રમાં આવેલા કડાકા પછી આજે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
જોકે ગઈકાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં વાયદા બજારમાં મોડી રાતે જોરદાર કડાકાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હવે ફરી એકવાર બજારમાં હરિયાળી જોવા મળી રહી છે.
આજે એમસીએકસ પર સોનું ૧૫૩૭૫૦ પર ખુલ્યું હતું. જે તેના જૂના ક્લોઝિંગ ૧૫૨૮૩૬ કરતાં ૯૪૦ રૂપિયા વધારે છે. જોકે ટ્રેડિંગની શરૂઆત થતાં જ સોનું ૧૫૪૮૩૭ના આજના હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. જેના પરથી અંદાજ આવે છે કે સોનામાં ૨૦૦૧ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં સોનું ૧૫૬૫ રૂપિયા એટલે કે ૧ ટકાના વધારા સાથે ટ્રેડ થઇ રહૃાું છે. સોનાની વાત કરીએ તો ગઇકાલે સોનું ૧૫૮૦૦૦ની આસપાસ ટ્રેડ થઇ રહૃાું હતું. જોકે અચાનક જ આવેલા કડાકાને કારણે સોનું સીધું ગગડીને ૧૪૯૯૩૮ના લેવલને ટચ કરી ગયું હતું. જેના લીધે રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આજે ફરી સોનું ૧૫૪૮૩૭ ના હાઈ લેવલે પહોંચતા રોકાણકારોએ હાશકારો લીધો હતો.
જોકે ચાંદીની વાત કરીએ તો ગઇકાલે ચાંદીમાં અચાનક જ મોટો કડાકો આવ્યો હતો. ચાંદી ગઇકાલે ૨૬૦૦૦૦ થી ૨૫૮૦૦૦ વચ્ચે ટ્રેડ થઇ રહી હતી પરંતુ અચાનક જ ૪૫ મિનિટમાં બાજી પલટાઈ અને ચાંદી ગગડીને સીધી ૨૩૪૭૨૨ના લેવલ પર પહોંચી ગઇ હતી જે આશરે ૨૫૦૦૦થી વધુનો કડાકો દર્શાવે છે. જોકે આજે ચાંદી તેના જૂના ક્લોઝિંગ ૨૩૬૪૩૫ થી સીધી ૨૩૯૬૦૦ પર ખુલી હતી. એટલે કે શરૂઆતમાં ચાંદીમાં ૩૧૯૧ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. જોકે ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદી ૨૪૨૦૮૧ ના લેવલ પર પહોંચી ગઇ હતી જે ૫૬૪૬ રૂપિયાનો ઉછાળો દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial