Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ.સી.સી.એ પાકિસ્તાનની ત્રણ શરતો ફગાવી દીધીઃ પી.સી.બી.-બી.સી.બી. સાથે આઈ.સી.સી.ની બેઠક પછી પાકનો યૂ-ટર્નઃ શરમજનક શરણાગતિ
નવી દિલ્હી તા. ૧૦: ટી-ર૦ વર્લ્ડ કપ ર૦ર૬ માં ભારત સાથે રમવાના મુદ્દે આખરે પાકિસ્તાન ઝૂક્યું છે, અને ભારત સામે મેચ રમવા રાજી થઈ ગયું છે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી હાઈ પ્રોફાઈલ મેચના વિવાદનો અંત આવી ગયો છે. હવે ભારત પાકિસ્તાનની મેચ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ૧૫ ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. રવિવારે લાહોરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં આઈસીસીની કૂટનૈતિક જીત થઈ છે. પાકિસ્તાન ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આ વાતની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.
બીજીતરફ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ રમવા માટે આઇસીસી સમક્ષ ત્રણ માંગ મૂકી છે. તેની પ્રથમ માંગ એ છે કે, આઇસીસી દ્વારા વાર્ષિક મળતા ફંડમાં વધારો કરવામાં આવે. બીજી માંગ - આઇસીસી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાડવાનો પ્રયાસ કરે. ત્રીજી માંગ - મેચ બાદ હાથ મિલાવવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે.
જો કે આ તમામ મોટી ત્રણ માગ આઈસીસીએ ફગાવી દીધી છે. ફક્ત બાંગ્લાદેશ પર કોઈ આર્થિક દંડ નહીં થાય તે માગ જ સ્વીકારી છે.આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)એ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની શરતો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આઈસીસીએ સ્પષ્ટપણે કહૃાું છે કે આ સમગ્ર ઘટના માટે બાંગ્લાદેશને કોઈપણ રીતે દંડ કરવામાં આવશે નહીં અને આઈસીસીના આવકનો તેનો હિસ્સો મળતો રહેશે.
બાંગ્લાદેશે પણ સમગ્ર ઘટનામાં ડ્રામેબાજી કરી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ, આઈસીસીના ઉપાધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક ઈમરાન ખ્વાજા સાથે લાહોરમાં નકવી સાથેની મુલાકાત વચ્ચે હાજર રહૃાા હતા. શ્રીલંકા અને યુએઈ બોર્ડે પણ પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા માટે આગ્રહ કર્યો હતો. અમીનુલે બાંગ્લાદેશ ક્રિકેટ માટે પાકિસ્તાન દ્વારા બતાવવામાં આવેલી એકજુથતાના વખાણ કર્યા હતા પણ બહિષ્કાર ખતમ કરવા માટે અનુરોધ પણ કરી દીધો હતો. જેથી પાકિસ્તાન વિચારમાં પડી ગયું હતું.
નકવીએ પાકિસ્તાન સરકારને બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી હતી. પાકિસ્તાન ભારત સામે મેચ રમવા રાજી થઈ ગયું છે. જેની સત્તાવાર ઘોષણા બાકી છે.
મહત્ત્વનું છે કે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે. તેવામાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જોઈ રદ થાય તો ૈંઝ્રઝ્ર, બ્રોડકાસ્ટર્સ અને તમામ બોર્ડ સભ્યોને ભારે નુકસાન થવાની ભીતિ હતી. તેવા સમયે મેચ આયોજન મુજબ રમાશે ત્યારે ક્રિકેટ ઈકોસિસ્ટમ જળવાતા ભારત પાકિસ્તાન મેચના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મેદાનની બહારના ખેલમાં પણ પાકિસ્તાન પરાસ્ત
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પહેલા જ મેદાનની બહાર રમાઈ રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ભારત સામે બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) સામે ઝૂકવાની ફરજ પડી છે. છેલ્લા ૪૮ કલાકમાં પાકિસ્તાને જે રીતે યુ-ટર્ન લીધો છે તે દર્શાવે છે કે વૈશ્વિક ક્રિકેટમાં ભારત અને આઈસીસીના દબદબા સામે પાકિસ્તાનનું કોઈ જોર ચાલ્યું નથી.
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રુપ મેચને લઈને પીસીબી દ્વારા વારંવાર વાંધાઓ ઉઠાવવામાં આવી રહૃાા હતા. પાકિસ્તાન બોર્ડે એવી વ્યૂહતનીતિ અપનાવી હતી કે જો તેમની કેટલીક શરતો માનવામાં નહીં આવે તો તેઓ મેચનો બહિષ્કાર કરશે. પીસીબીનું આ વલણ માત્ર મેચ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે ક્રિકેટના વૈશ્વિક માળખામાં પોતાની પકડ મજબૂત કરવાનો એક રાજકીય દાવો હતો.
જ્યારે પાકિસ્તાને બહિષ્કારની વાત કરી, ત્યારે આઈસીસીએ કોઈ પણ જાતની નરમાશ રાખવાને બદલે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું. આઈસીસીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, નિર્ધારિત શેડ્યૂલ મુજબ જ મેચ રમાશે, તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ શક્ય નથી. જો પાકિસ્તાન મેચ રમવાની ના પાડે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. વોકઓવર જાહેર કરવા ઉપરાંત પાકિસ્તાનના પોઈન્ટ કાપી લેવા અને તેના પર મસમોટો નાણાકીય દંડ ફટકારવાની ચીમકી આપવામાં આવી હતી.
આઈસીસીના આ કડક વલણથી પાકિસ્તાન બોર્ડમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો પાકિસ્તાન મેચ ન રમે તો તેને કરોડો રૂપિયાની બ્રોડકાસ્ટિંગ આવક ગુમાવવી પડે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ આવી શકે. આ ઉપરાંત આર્થિક રીતે સંકટમાં રહેલા પીસીબી માટે આઈસીસીનું ફંડ બંધ થવું આત્મઘાતી સાબિત થઈ શકે તેમ હતું. આ આર્થિક અને રાજકીય દબાણ હેઠળ, પાકિસ્તાને જે 'કડક વલણ' લીધું હતું તે માત્ર ૪૮ કલાકમાં ઓગળી ગયું અને તેઓએ કોઈપણ શરત વગર ભારત સામે રમવાની તૈયારી દર્શાવી દીધી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial