Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉન હોલમાં મંગળવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનું સેટેલાઈટ મારફતે થશે લાઈવ ટેલિકાસ્ટ

ભારતમાં દેખાવાનું નથી છતાં જામ્યુકો તથા સંસ્થાઓનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪:  તારીખ ૧૭ ને મંગળવારના  નભોમંડળ માં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાશે. ભારતમાં દેખાશે નહીં પરંતુ  મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા થશે.

તારીખ ૧૭ ને મંગળવારના નભો મંડળમાં 'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી અવકાશીય ઘટના ની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્ય ની તમામ ગતિ વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

'કંકણાકૃતિ સૂર્યગ્રહણ' એ આગામી તા. ૧૭-૨-૨૦૨૬ ને મંગળવાર માધ મહિના ની અમાસ ના દિવસે સાંજે ૪.૪૫ વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ-પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિકા વગેરે પ્રદેશોમાં દેખાશે. પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઇટના માધ્યમથી જોવા માટેની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવી છે.

હવે પછી આવું કંકણાકૃતિ સૂર્યગ્રહણ- જામનગરમાં છેક વર્ષ ૨૦૬૧ માં પ્રત્યક્ષ દેખાશે. જેથી હાલ આ સૂર્યગ્રહણની અલૌકિક ઘટના ના અવલોકના સાક્ષી બનવા વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh