Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૯ ડિસેમ્બર, મંગળવાર અને માગશર વદ પાંચમનું રાશિફળ

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય  લઈ શકો

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપે રાજકીય, સરકારી, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. પારિવારિક પ્રશ્ને ચિંતા  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  દ્વિધા-અસમંજસતા જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રેહ. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક  જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૫

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામકાજમાં ઉપરી, સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ  શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૨

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં ધ્યાન આપી શકો  નહીં.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામમાં  વ્યસ્ત રહો.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૭

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો  નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લઈ  શકો.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નાણાકિય રોકાણના કામકાજમાં સાવધાની રાખવી. સામાજિક-વ્યાવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર વર્ગનો સહકાર મળી  રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના  કામ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૫



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh