Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦મી જુલાઈ સુધી વરસાદની આગાહીઃ જુદા- જુદા એલર્ટ
અમદાવાદ તા. ૫ઃ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૦૧ તાલુકામાં વરસાદ પડયો છે. અને જુદી-જુદી આગાહીઓની એલર્ટ અપાયા છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ૩.૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં ૩.૫ ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં ૩.૪ ઈંચ, વલસાડમાં ૩.૨૩ ઈંચ, વાપીમાં ૩.૧૫ ઈંચ, વાવ તાલુકામાં ૩.૦ ઈંચ અને કલ્યાણપુરમાં ૩.૦ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ૧૦ જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ૯ જુલાઈએ નવસારી અને વલસાડ અને ૧૦ જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, અમદાવાદ-ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના રહેલી છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial