Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલીના સંકેતો...!!

તા. ૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ફરી ટ્રેડ વોરની ચિંતામાં લાવી એક તરફ ચાઈના પરની ભીંસ વધારવા તેની ટેરિફ છટકબારીઓ બંધ કરવાના પગલાં લેવા માંડીને હવે વિયેતનામ સાથે ૨૦% ટેરિફ સાથે ટ્રેડ ડિલ કરતાં ફરી ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ મામલો ગૂંચવાવાની આશંકા અને બીજી તરફ ભારત સાથે ૨૬%ના દરે કે ૧૫% થી ૨૦% ના ટેરિફ રેટ પર ટ્રેડ ડિલ થશે એના પર બજારની નજર વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી મંદગતિનો વ્યાપ અને કેટલીક કંપનીઓના નિરાશાજનક પરિણામો પણ બજાર પર દબાણ લાવે છે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાથી ભારતીય અર્થતંત્ર પર મોંઘાવારીનો દબાણ વધવાની આશંકા તેમજ અમેરિકાના ફેડરલ રિઝર્વની ભવિષ્યની વ્યાજદર નીતિ અંગે અનિશ્ચિતતા અને વૈશ્વિક મંદીના ડરના કારણે ભારતીય શેરબજારમાં નેગેટીવ અસર જોવા મળી રહી છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૩%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૮૩% અને નેસ્ડેક ૧.૦૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૬ અને વધનારની સંખ્યા ૧૧૮૫ રહી હતી, ૨૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂા.૯૬૪૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૬૫૬૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૬૪૦૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૧૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂા.૯૬૪૭૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂા.૧,૦૮,૧૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૧,૦૮,૩૯૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૧,૦૮,૧૨૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૮,૨૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટ્રેન્ટ લિ., હિન્દુસ્તાન યુનીલીવર, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ અને પાવર ગ્રીડ કોર્પ. જેવા શેરો ૧.૦% થી ૦.૦૯% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બજાજ ફાઈનાન્સ, મારુતિ સુઝુકી અને અદાણી પોર્ટસ જેવા શેરો ૨.૦% થી ૦.૨૨% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

એસીસી લિ. (૧૯૬૦) : સિમેન્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૯૭૪ થી રૂ. ૧૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ગોદરેજ કન્ઝ્યુમર (૧૨૪૭) : પર્સનલ કેર સેક્ટરના આ સ્ટોક રૂ. ૧૨૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૨૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૨૬૩ થી રૂ. ૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૦૩૮) : રૂ. ૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ. ૯૮૭ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૦૫૩ થી રૂ. ૧૦૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

એસબીઆઈ કાર્ડ્સ (૯૧૫) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૯૩૪ થી રૂ. ૯૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૮૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, આંતરરાષ્ટ્રીય વેચાણમાં જોરદાર વધારાને પરિણામે દેશની જૂનની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી દસ મહિનાની ટોચે રહી છે. પ્રવૃત્તિમાં વધારો થતાં રોજગાર નિર્માણ પણ હકારાત્મક રહ્યું હતું. એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેકસજે મે માસમાં ૫૮.૮૦ રહ્યો હતો તે જૂનમાં વધી ૬૦.૪૦ જોવા મળ્યો છે. સેવા પૂરી પાડતી કંપનીઓને નવા બિઝનેસ ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારાને કારણે પીએમઆઈ ઊંચો રહ્યો છે. નિકાસ ઓર્ડર્સમાં એશિયા, મધ્ય પૂર્વ તથા અમેરિકાની બજારોમાંથી માંગમાં વધારો જોવા મળ્યો છે. સેવા માટેની માગમાં વધારો થતા સેવા ક્ષેત્રમાં જૂનમાં સતત ૩૭માં મહિને રોજગારમાં વૃદ્ધિ જોવા  મળી છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે મેમાં ૫૯.૩૦ હતો તે જૂનમાં વધી ૬૧ સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.

એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ જૂન માસમાં ૫૮.૪૦ રહ્યો છે જે મે માસમાં ૫૭.૬૦ રહ્યો હતો. અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરવાની મુદત ૯ જુલાઈ નજીક આવી રહી હોવાને ધ્યાનમાં રાખતા નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ૯૦ દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh