Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    તા. ૦૩-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષિત ૦.૨૫%નો ઘટાડો કર્યા છતાં વધુ ઘટાડાનો કોઈ સંકેત નહીં અપાતાં અને અમેરિકા તથા ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં બન્ને દેશોના પ્રમુખની મીટિંગ પોઝિટીવ રહી બન્ને દેશો રેર અર્થ સહિતમાં ટ્રેડ ડિલ કરતાં અને ટ્રમ્પે ચાઈના પરના ટેરિફને ૧૦% ઘટાડતાં પોઝિટીવ ડેવલપમેન્ટ વચ્ચે ભારતીય બજારમાં આજે ફંડો, મહારથીઓએ કોર્પોરેટ પરિણામોની સીઝન અને ભારત તેમજ અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ ક્યારે અને કઈ શરતો પર થશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ સાવચેતીમાં ઉછાળે હળવા થવાનું પસંદ કર્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૯%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૨૬% અને નેસ્ડેક ૦.૬૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૫ અને વધનારની સંખ્યા ૧૫૬૩ રહી હતી, ૨૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક, યુટીલીટી, પાવર, ઓઈલ એન્ડ ગેસ, બેન્કેકસ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને એનર્જી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ. ૧,૨૧,૪૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૨૧,૭૮૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૨૧,૪૧૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૧૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૨૧,૭૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ. ૧,૪૮,૭૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૪૯,૪૪૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૪૮,૭૦૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૪૯,૪૩૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૪૪):- પર્સનલ કેર સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૧૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૧૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૧૫૭ થી રૂ. ૧૧૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૧૭૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
અદાણી એનર્જી (૯૮૩):- એ/ટી૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૯૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૯૫૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ. ૯૯૭ થી રૂ. ૧૦૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૮૭૮):- રૂ. ૮૬૪ નો પ્રથમ તેમજ રૂ. ૮૫૮ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૮૮૪ થી રૂ. ૮૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ટાટા ટેકનોલોજી (૬૯૦):- આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૭૦૭ થી રૂ. ૭૧૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ. ૬૬૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર હાલ કોન્સોલિડેશનના તબક્કામાં છે, પરંતુ તેની લાંબાગાળાની દિશા હજુ પણ સકારાત્મક છે. છેલ્લા દાયકામાં મજબૂત આર્થિક વૃદ્ધિ, સ્થિર માઈક્રો ઈકોનોમિક પરિસ્થિતિ, સરકારના રિફોર્મ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો અને સ્થાનિક રોકાણકારોના વધતા હિસ્સાને કારણે બજારે અદ્ભુત પ્રદર્શન કર્યું છે. હાલના સમયમાં ચાઈના અને તાઈવાન જેવા ઈમર્જિંગ માર્કેટ્સ પુનરાગમન કરી રહ્યા છે, જે ઈન્વેસ્ટર સેન્ટિમેન્ટને વૈશ્વિક સ્તરે થોડી અસર કરી શકે છે. છતાં, ભારતનું મજબૂત આંતરિક માંગ આધારિત અર્થતંત્ર, મેન્યુફેક્ચરિંગ અને સેવા સેક્ટરનો સતત વિસ્તાર અને ફાઇનાન્શિયલ ઈન્ક્લૂઝન જેવી પહેલો તેને આગામી વર્ષોમાં ઈમર્જિંગ માર્કેટ્સમાં પ્રીમિયમ પોઝિશન જાળવવામાં મદદરૂપ થશે.
આગામી વર્ષોમાં ભારતીય બજારનું પ્રદર્શન થોડી અસ્થિરતા વચ્ચે સ્થિર વૃદ્ધિના માર્ગે રહેવાની સંભાવના છે. વૈશ્વિક જીઓપોલિટિકલ જોખમો, યુએસ વ્યાજદર અને ક્રૂડઓઈલના ભાવ જેવી બાબતો ટૂંકાગાળે દબાણ બનાવી શકે, પરંતુ લાંબાગાળે કોર્પોરેટ કમાણીમાં સુધારો, મજબૂત જીડીપી વૃદ્ધિ અને ડિજિટલ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પરિવર્તનો રોકાણકારોને આકર્ષિત રાખશે. વેલ્યુએશન પ્રીમિયમ ભલે ઊંચું હોય, પરંતુ ભારતની વૃદ્ધિશીલ અર્થવ્યવસ્થા અને સ્ટેબલ પોલિસી ઈકોસિસ્ટમ તેને ઈમર્જિંગ માર્કેટ્સમાં સ્ટ્રક્ચરલ આઉટપરફોર્મર તરીકે સ્થિર રાખશે. એટલે કે, આગામી પાંચ વર્ષમાં બજાર વધુ મર્યાદિત પરંતુ ટકાઉ વૃદ્ધિ સાથે આગળ વધવાની દિશામાં દેખાય છે.