Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૩-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાના પરમાણું પરીક્ષણ અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વણસતી પરિસ્થિતિએ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન મામલે બન્ને પક્ષો વચ્ચે સમજૂતીથી ઉકેલ આવવાની અપેક્ષા, અમેરિકાની રેર અર્થ માટે એશિયાના અન્ય દેશો સાથે ડિલ કરવાની પહેલ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાની તૈયારીના સંકેત છતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૦૬% વધીને અને નેસ્ડેક ૦.૩૭% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૩ અને વધનારની સંખ્યા ૧૫૫૩ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, સર્વિસ, ટેક, કોમોડીટી અને એફએમસીજી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૬,૩૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૬,૯૨૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૬,૩૩૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૧૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૬,૮૭૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૬૩,૫૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૪,૬૩૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૬૩,૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૨૦૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૬૪,૫૯૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૬૩):- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!
મેક્રોટેક ડેવલપર્સ (૧૨૨૭):- એ/ટી૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૦૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ટાટા ટેકનોલોજી (૬૯૮):- રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૦ બીજા સપોર્ટથી આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૦૯ થી રૂ.૭૧૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કલ્યાણ જવેલર્સ (૫૦૭):- જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૭ થી રૂ.૫૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૮૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકામાં ચાલી રહેલા આર્થિક અનિશ્ચિતતા, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્વના અસરો તથા એશિયાઈ મોરચે વધતા સંકટો વચ્ચે વૈશ્વિક રોકાણકારો સ્થિર અર્થતંત્ર ધરાવતા દેશોની શોધમાં છે. ભારતની મજબૂત માઈક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી, મજબૂત જીએસટી વસૂલાત અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેન્યુફેક્ચરિંગ ફોકસને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ફરી ભારતીય બજાર તરફ વળવાની શક્યતા છે. વૈશ્વિક બેરોજગારી અને ટેકનોલોજી સેક્ટરમાં ઉથલપાથલ વચ્ચે ભારતના સર્વિસ સેક્ટર, ફાર્મા, ઈન્ફ્રા અને પાવર થીમ્સ પર રોકાણ વધવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં ઈક્વિટી માર્કેટ માટે રિલેટિવ આઉટપરફોર્મન્સ ચાલુ રહે એવી ધારણા સાથે રોકાણકારો માટે ઘટાડે ખરીદીની તક ઉભી થઈ શકે છે.
જોકે, વૈશ્વિક સ્તરે વધતા અસ્થિરતાના કારણે રોકાણકારો માટે સાવચેતી અનિવાર્ય રહેશે. ઈઝરાયેલ, રશિયા અને એશિયાઈ મોરચાઓ પર રાજકીય અસ્થિરતા, અમેરિકાના શટડાઉન જેવી સ્થિતિ, તથા વૈશ્વિક ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશનો પર પડતા દબાણોને જોતા શોર્ટ-ટર્મ વોલેટિલિટી વધી શકે છે. છતાં મધ્યમ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ભારત રિલેટિવ સ્ટેબલ માર્કેટ તરીકે ઉભરતું રહે એવી ધારણા છે. ડિસેમ્બર પૂર્વે પોર્ટફોલિયો રીબેલેન્સિંગ અને વેલ્યુએશન સુધારાની પ્રક્રિયા દરમિયાન પસંદગીના ગુણવત્તાવાળા શેરોમાં વેલ્યુબાઈંગની તકો ઉભી થવાની શકયતા છે.