Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    આઈસીસી દ્વારા નિર્ધારિત કરેલા આકર્ષક ઈનામો ઉપરાંત
મુંબઈ તા. ૩: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે બીસીસીઆઈ દ્વારા આઈસીસી કરતાં પણ વધુ પ્રાઈઝ મનીની જાહેરાત કરાઈ છે. વર્લ્ડ કપ વિજેતા પુરૂષ ટીમો કરતા પણ વધુ ઈનામોની જાહેરાત થઈ હોવાના અહેવાલો છે.
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ની ફાયનલમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને પહેલીવાર ટ્રોફી પોતાના નામે કરી છે.
આ ઐતિહાસિક વિજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને પ્રોત્સાહન આપવા માટે આઈસીસી દ્વારા નિર્ધારિત ઇનામી રકમ કરતાં પણ વધુ રકમની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, જ્યાં આઈસીસીએ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે ૩૯.૫૫ કરોડ રૂપિયા ઇનામી રકમ નક્કી કરી હતી, ત્યાં બીસીસીઆઈએ તેનાથી પણ મોટી રકમની જાહેરાત કરી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે ૫૧ કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.
મીડિયા સાથે વાત કરતા બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ ટીમની સિદ્ધિને બિરદાવી હતી. તેમણે કહૃાું કે, '૧૯૮૩માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીત અપાવીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રેરણાનો આરંભ કર્યો હતો. આજે મહિલાઓ પણ એ જ ઉત્સાહ અને પ્રેરણા લઈને આવી છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી જીતી નથી, પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે.'
તેમણે માહિતી આપી કે બીસીસીઆઈએ મહિલા ઇનામી રકમમાં ૩૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પહેલા ઈનામી રકમ ૨.૮૮ મિલિયન ડોલર હતી, જે વધારીને ૧૪ મિલિયન ડોલર કરવામાં આવી છે. આ પગલાંથી મહિલા ક્રિકેટને મોટો વેગ મળ્યો છે. બીસીસીઆઈએ જાહેર કર્યું છે કે આ ૫૧ કરોડ રૂપિયાનું ઇનામ સમગ્ર ટીમ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, મહિલા વનડે વર્લ્ડકપમાં આ વખતે વિજેતા ટીમને ૩૯.૫૫ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. જે ૨૦૨૨ના વર્લ્ડકપ કરતાં ચાર ગણું છે. ૨૦૨૨ના મહિલા વનડે વર્લ્ડકપમાં વિજેતા ટીમને ૧૧..૬૫ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
જોકે ૨૦૨૫ વર્લ્ડકપ પહેલા મહિલા ટીમો માટે ઈનામની રકમમાં ભારેખમ વધારો કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ છે કે વનડે વર્લ્ડકપમાં મહિલા ટીમને પુરુષ ટીમ કરતાં પણ મોટું ઈનામ મળ્યું છે. ૨૦૨૩ પુરુષ વનડે વર્લ્ડકપમાં વિજેતા ટીમને ૩૩.૩૧ કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
વિમન્સ વનડે વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં કોને કેટલું ઈનામ ?
વિમેન્સ વન ડે વિજેતા ટીમને ૩૯.૫૫ કરોડ, ઉપવિજેતા ટીમને ૧૯.૭૭ કરોડ, સેમિફાઈનલમાં હારનારી ટીમોને ૯.૮૯ કરોડ, ગ્રુપ સ્ટેજ જીત ૩૦.૨૯ લાખ, ૫મું અને છઠ્ઠુ સ્થાન ૬૨ લાખ, ૭મું અને આઠમું સ્થાન મેળવનારને ૨૪.૭૧ લાખ અને તમામ ટીમોને ૨૨ લાખના ઈનામોની જાહેરાત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial