Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિનેત્રીમાંથી સંત બન્યા પછી ચર્ચામાં રહેતી
ગોરખપુર તા. ૩૦: 'દાઉદ ઈબ્રાહીમ આતંકવાદી નથી, તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે' તેવું મમતા કુલકર્ણીનું ચોંકાવનારૂ નિવેદન ચર્પાસ્પદ બન્યું છે.
અભિનેત્રીમાંથી સંત બનેલી મમતા કુલકર્ણી એક યા બીજા કારણોસર સતત હેડલાઈન્સમાં રહે છે. તાજેતરનો કેસ દાઉદ ઈબ્રાહીમનો છે. તેણીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ વિશે એક નિવેદન આપ્યું છે, જેનાથી તેણી ફરી એકવાર ચર્ચામાં આવી છે.
ગોરખપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનું નામ લેતા મમતા કુલકર્ણીએ જાહેર કર્યું કે તે આતંકવાદી નથી!
મમતા કુલકર્ણીએ વધુમાં કહ્યું કે તેનું નામ ક્યારેય બોમ્બ વિસ્ફોટ જેવા કોઈપણ ષડ્યંત્રમાં ફસાયું નથી. મીડિયા અને ચોક્કસ રાજકીય દળો વર્ષોથી દાઉદને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.
મમતાએ બાબા ગોરખનાથના આશીર્વાદ લેવા અને પ્રાર્થના કરવા માટે ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી હતી. ૯૦ ના દાયકામાં હિન્દી સિનેમામાં તેમની બોલ્ડ ભૂમિકાઓ અને હિટ ફિલ્મો માટે પ્રખ્યાત, મમતા હવે આધ્યાત્મિક જીવન જીવી રહી છે. મમતા કુલકર્ણી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં કિન્નર અખાડામાં મહામંડલેશ્વર તરીકે તેમની નિમણૂક માટે સમાચારમાં હતાં.
જો કે, બાદમાં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું. બે દિવસ પછી, તેમને મહામંડલેશ્વર તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા. તેમણે તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી. કુલકર્ણીનું નામ હવે યમાઈ મમતા નંદ ગિરી થઈ ગયું છે. મમતાએ કહ્યું, મને આ પદ પર પુનઃ સ્થાપિત કરવા બદલ હું મારા ગુરુનો આભારી છું. હું મારૃં જીવન કિન્નર અખાડા અને સનાતન ધર્મને સમર્પિત કરીશ.
ઉલ્લેખનિય છે કે, બોલિવૂડ છોડ્યા પછી મમતા દુબઈમાં રહેતી હતી. ગયા વર્ષના અંતમાં તે રપ વર્ષ પછ દુબઈથી ભારત પરત ફરી હતી. ત્યારપછી તેણીએ નિવૃત્તિની જાહેરાત કરી. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન તેણીએ કિન્નર અખાડા પાસેથી દીક્ષા લીધી અને સંન્યાસી બની. મહામંડલેશ્વર ડો. લક્ષ્મીનારાયણ ત્રિપાઠી દ્વારા તેમનું પિડ દાન અને પટ્ટાભિષેક કરવામાં આવ્યું. તેમને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું.
જો કે, થોડા દિવસોમાં જ તેમનો વિરોધ થયો અને તેમણે રાજીનામું આપી દીધું. બાદમાં તેમને ફરીથી પદ પર બેસાડી દેવામાં આવ્યા. મમતા કુલકર્ણીએ ૧૯૯૧ માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ નાનબરગલથી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી તેમણે ૧૯૯ર માં ફિલ્મ મેરા દિલ તેરે લીયેથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.
જો કે, ૧૯૯પ માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને સલમાન ખાન અભિનીત ફિલ્મ કરણ અર્જુનથી તેમને ખરી ઓળખ મળી. ત્યારપછી તેમણે ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. તે પછી તેમનું નામ ડ્રગ કેસમાં સામે આવ્યું અને ત્યારપછી તેમણે બોલિવૂડ છોડી દીધું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial