Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની જેમ અમેરિકામાં પણ 'રેવડી' વાળી...!!
વોશીંગ્ટન તા. ૧૦ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક અમેરિકનોને ૨૦૦૦ ડોલર આપવાની જાહેરાત કરી છે, જેને ટેરિફ ડિવિડન્ડ જેવું રૂપાળું નામ આપ્યું છે, અને ટેરિફનો વિરોધ કરનારાને 'મુરખ' ગણાવ્યા છે. આમ, ભારતની જેમ અમેરિકામાં પણ 'રેવડી'વાળી શરૂ થઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની ટેરિફ નીતિ પર એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન અમેરિકાના ગરીબ લોકોને અમીર બનાવી શકે છે. ટ્રમ્પે કહૃાું છે કે ટૂંક સમયમાં દરેક અમેરિકન નાગરિક (ધનવાનો સિવાય) ને ૨,૦૦૦ ડોલર ચૂકવવામાં આવશે. આ રકમ તેમના વહીવટ દ્વારા એકત્રિત કરાયેલા ટેરિફ આવકમાંથી આપવામાં આવશે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, 'જે લોકો ટેરિફની વિરુદ્ધ છે તેઓ મૂર્ખ છે!' તેમણે દાવો કર્યો કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકા વિશ્વનો સૌથી ધનિક અને સૌથી આદરણીય દેશ બન્યો, જયાં ફુગાવો ખૂબ જ ઓછો હતો અને શેરબજાર રેકોર્ડ ઊંચાઈને સ્પશર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રુથઆઉટ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ટેરિફથી અબજો ડોલરની આવક થઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આ આવકથી ધનિકો સિવાય દરેક અમેરિકન નાગરિકને ૨,૦૦૦ ડોલર (આશરે રૂ. ૧.૭ લાખ) નો 'ડિવિડન્ડ' મળશે.
અમારી સરકારે અમેરિકાને વિશ્વનો સૌથી ધનિક અને સૌથી આદરણીય દેશ બનાવ્યો છે, જયાં લગભગ કોઈ ફુગાવો અને રેકોર્ડબ્રેક શેરબજાર નથી.'
જો કે, ટ્રમ્પે આ લાભો કોને મળશે, પાત્રતા માપદંડ (જેમ કે આવક મર્યાદા), અથવા કોઈ સ્પષ્ટ સમયરેખા આપી ન હતી. આ પહેલી વાર નથી જયારે તેમણે આવું વચન આપ્યું હોય. ઓક્ટોબરમાં, તેમણે ૧,૦૦૦ ડોલર થી ૨,૦૦૦ ડોલર સુધીની છૂટનો સંકેત આપ્યો હતો. ટેરિફથી થતા નફા ઉપરાંત, ટ્રમ્પે વેપાર બાબતોમાં રાષ્ટ્રપતિની સત્તાની મર્યાદા પર પ્રશ્ન ઉઠાવીને ગુસ્સો વ્યક્ત કર્યો.
તેમણે કહૃાું કે યુએસ રાષ્ટ્રપતિ પાસે વિદેશી દેશ સાથેના તમામ વેપારને અવરોધિત કરવાનો, બીજા દેશને લાઇસન્સ આપવાનો અધિકાર છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમને ટેરિફ લાદવાની મંજૂરી નથી.
'અન્ય દેશો આપણા પર ટેરિફ લાદી શકે છે, પરંતુ આપણે તે લાદી શકતા નથી. વ્યવસાયો ફક્ત ટેરિફના કારણે અમેરિકા આવી રહૃાા છે. ટેરિફ વિના, અમારી પાસે કંઈ નથી. શું સુપ્રીમ કોર્ટ આ સમજી શકતી નથી?'
ટ્રમ્પે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૫ માં જાહેર કરાયેલા ટેરિફ (૧૦% થી ૫૦%) યુએસ અર્થતંત્રને મજબૂત બનાવી રહૃાા છે. વ્હાઇટ હાઉસે દલીલ કરી હતી કે ૧૯૭૭ ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ, રાષ્ટ્રપતિ પાસે વેપારને નિયંત્રિત કરવાની સત્તા છે, જેમાં ટેરિફ લાદવાનો સમાવેશ થાય છે. સોલિસિટર જનરલ જોન સોયરે ચેતવણી આપી હતી કે આ નીતિને રદ કરવાથી આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થઈ શકે છે.
યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા. ૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ઉદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સોનિયા સોટોમાયોરે બંધારણનો ઉલ્લેખ કરીને ચુકાદો આપ્યો કે ટેક્સ લાદવાની સત્તા કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. ટ્રમ્પે વેપાર ખાધ અને અન્ય કારણોસર ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશો પર ટેરિફ લાદ્યા. ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ આ કાયદાઓને વાજબી ઠેરવ્યા.
તેમણે દલીલ કરી કે વેપાર અસંતુલન યુએસ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે અને તેથી વેપાર પર 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી અને ટેરિફ લાદ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial