Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૪ માર્ચ, મંગળવાર અને ચૈત્ર સુદ છઠ્ઠનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. મિલન-મુલાકાત ફળદાયી બની રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના વિરોધીના હાથ હેઠાં પડતા જણાશે. કદુરતની આપને તક મળે. સંતાનના કામ  થવાથી રાહત જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

ધાર્યા કામકાજ આડે કોઈ અંતરાય હશે તો તેનો હલ કરવાનો માર્ગ મળે. લાભની તક  મળવાથી રાહત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આર્થિક તંગીનો ઉપાય મળે. સ્વજનોનો સાથ-સહકાર મળે. સામાજિક-ધાર્મિક કાર્ય અંગે  સાનુકૂળતા મળી રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૧

 

Cancer (કર્ક: ડ-હ)

તણાવ મૂક્તિ અને ચિંતા હળવી કરવાના યૌગિક-આધ્યાત્મિક વ્યવહાર ફળે. નાણાભીડનો  ઉપાય મળવાથી રાહત રહે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૩

 

Leo (સિંહ: મ-ટ)

આપના માર્ગ આડેના અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો જણાય. ગૃહ જીવનમાં  સાનુકૂળતા મળી રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપની અગત્યની કામગીરીઓમાં વિલંબ-વિઘ્ન આવ્યા બાદ પ્રગતિ કરી શકો. કૌટુંબિક  કલેશ ટાળવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

લાભ યા સફળતા અટકતા લાગવાથી વધુ પ્રયત્નો કરવા જરૂરી બને. પડવા-વાગવાથી આપે  સાવધાની રાખવી.

શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૬-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની સામાજિક અને વ્યાવસાયિક બાબતો અંગે સંજોગો સુધરતા લાગે. ખર્ચ-ખરીદીના  પ્રસંગો બની શકે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપ આપની સમસ્યાઓને સુલઝાવી શકશો. મિલન-મુલાકાત ફળદાયી બની રહે.  યાત્રા-પ્રવાસના સંયોગો બને.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપની ધીરજની કસોટી થતી લાગે. આપની ઉતાવળ ક્યારેક કામ લાગે નહીં. સંજોગો  સમજીને ચાલવું.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના વિરોધીના હાથ હેઠા પડતા લાગે. મહત્ત્વની મુલાકાત ફળદાયી રહે. સંપત્તિના કામ  થવાથી રાહત થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

મુંજવણોના ઝંઝાવાતોમાંથી બહાર આવી શકશો. કોઈ સફળતાની આશા રહે.  મિત્રો-સ્નેહી-સ્વજનોની મદદ મળે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh